૮૦થી વધુ લોકો ફસાયા હોવાના અંદાજ સાથે તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે
કેરલમાં છેલ્લા કેટલા સમયથી ભારે યાત્રામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે કેરલના ઇડુકકી જીલ્લાના રાજમલાય વિસ્તાર કે જે વિસ્તારમાં ચાના બગીચા આવેલા છે. તે વિસ્તારમાં ભારે વરસાદને પગલે મોટા પ્રમાણમાં ભુસ્ખલન થયું હતું. આ ભુસ્ખલનમાં ૧૮ જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં હજુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેથી કેરળના આ વિસ્તારમાં સ્થીતી જેથી કેરળના આ વિસ્તારમાં સ્થીતી હજુ બગડવાની શકયતાઓ સેવાઇ રહી છે. ભુસ્ખલનની ઘટનાથી તંત્ર પણ દોડતુ થયું છે. કેરળના ઈડુક્કી જિલ્લાના રાજમલામાં ભૂસ્ખલનથી ૧૮ લોકોના મોત થયા હતા. આ વિસ્તાર પર્યટન સ્થળ મુન્નારથી ૨૫ કિમી દૂર છે.
કેરળના ઘણા વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ૭૦થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે.
જે જગ્યાએ ભૂસ્ખલન થયું તે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની કોલોની હતી. ભૂસ્ખલનથી આખો વિસ્તાર ફસાયો હતો. કાટમાળમાં મજૂરોના ૨૦થી વધુ ઘર વહી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, મોટાભાગના મજૂર તમિલનાડુના રહેવાસી હતા. ત્યાં હાજર એક વ્યતિએ જણાવ્યું હતું કે જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે અમે જોરથી અવાજ સાંભળ્યો. ત્યારપછી બધુ ખતમ થઈ ગયું. લોકો બચવા માટે ભાગી રહ્યા હતા, પણ પાણી અને કાટમાળમાં બધુ વહીં ગયું. ઈડુક્કીમાં ભૂસ્ખલનમાં મજૂરોના ૨૦થી વધુ ઘર વહી ગયા હતા. જેમાં ૭ના મોત અને ૧૦ને બચાવાયા હતા. ૮૦થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવાય રહી છે.
હવામાન વિભાગે ૧૧ ઓગસ્ટ સુધી ઈડુક્કી, મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે ભારે વરસાદના કારણે ઈડુક્કી જિલ્લામાં અસ્થાયી પુલ ધરાશાયી થયો હતો. ઈડુક્કી જિલ્લામાં મુથિરાપુઝા નદીની જળસપાટી પણ વધી ગઈ છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
વરસાદ થવાથી ઘણા જિલ્લામાં વૃક્ષ ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે. અહીંયા ગુરુવાર સાંજે ૧૧૦ કિમી/ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. વાયનાડ જિલ્લો ભારે વરસાદના કારણે છેલ્લા ૪૮ કલાકમાં બે લોકોના મોત થયા છે. એક વ્યક્તિનું મોત ડૂબવાના કારણે થયું છે. સાથે જ અન્ય એક વ્યક્તિનું મોત વૃક્ષ ધરાશાયી થવાથી થયું છે.
અરવલ્લી કુલમ નેશનલ પાર્કને પણ ભૂસ્ખલનની અસર થવા પામી હતી. ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના ૬ લોકોના પણ મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે. જેમાંથી એક ડ્રાઇવરની બોડી મળી આવી છે. બી.એસ.એન.એલ. દ્વારા નેટવર્ક લાવવા માટે યુધ્ધના ધોરણે ત્યાં કામ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આવતા અઠવાડીયામાં હજુ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ૫૦થી ૬૦ કીમીની ઝડપે પવન ફુકાવવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરીયો ન ખેડવા માટે પણ કહેવામાં આવ્યું છે.
કેરળમાં પડી રહેલા ભારે વરસાદ અને આવનારા સમયમાં હજુ વરસાદની આગાહીના પગલે કેરલના ચાર જિલ્લાને હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.