રાત્રે ૧૦ થી સવારે ૪ વાગ્યા સુધી ૬ કલાકમાં ૧૬ ઈંચ ખાબકયો, સવારથી વરસાદ ચાલુ: સમગ્ર પંથકમાં જળબંબાકાર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જાણે આભ ફાટયું હોય તેમ એક જ રાતમાં સુપડાધારે 21ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. ચોટીલા ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મુળીમાં પણ અનરાધાર ૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ લખાય રહ્યું છે ત્યારે સવારથી ચોટીલામાં સતત વરસાદ ચાલુ હોય તંત્ર સાબદુ થઈ ગયું છે.

સ્ટેટ કંટ્રોલ ‚મના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ પડયો છે. ચોટીલામાં ૪૫૦ મીમી, ચુડામાં ૨૦ મીમી, દશાળામાં ૫૨ મીમી, ધ્રાંગધ્રામાં ૭ મીમી, લખતરમાં ૩૨ મીમી, લીંબડીમાં ૧૨ મીમી, મુળીમાં ૧૬૦ મીમી, સાયલામાં ૭૦ મીમી, વઢવાણમાં ૮૪ મીમી અને થાનમાં ૭૦ મીમી વરસાદ વરસી ગયો છે. ૮ વાગ્યા પછી પણ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

ચોટીલામાં એક જ રાતમાં સુપડાધારે ૧૮ ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. ગઈકાલે રાતના ૧૦ વાગ્યા પછી ચોટીલામાં વરસાદનું જોર વધ્યું હતું. રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા સુધીના બે કલાકમાં ૧૨૦ મીમી, ૧૨ થી ૨ વાગ્યા સુધીમાં ૧૭૭ મીમી, ૨ થી ૪ વાગ્યા સુધીમાં ૧૦૯ મીમી, ૪ થી ૬ વાગ્યા સુધીમાં ૩૪ મીમી અને સવારે ૬ થી ૮ સુધીના બે કલાકના સમયગાળામાં ૨૧ મીમી વરસાદ વરસી ગયો છે. મુળીમાં પણ મધરાતે મેઘો મન મુકીને વરસી પડયો હતો અને રાત્રે ૨ થી ૪ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં મુળીમાં મુશળધાર ૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ચોટીલામાં એક જ રાતમાં અનરાધાર 21 ઈંચ વરસાદના કારણે નેશનલ હાઈવે પરનો વાહન વ્યવહાર રીતસર ખોરવાઈ ગયો હતો. ૫૦ ફુટ દુરનું પણ નજરે ન દેખાય તેવી માત્રામાં વરસાદ વરસી રહ્યો હતો. ચોટીલામાં હજી પણ વરસાદ ચાલુ હોવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ સજાર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.