રૂ.પાંચ લાખના મુદામાલ સાથે ૧૦૬ જુગારીયા ઝડપાયા
જામનગર, જામજોધપુર, હાપા, ટોડા, નાગપુર, નાઘેડી, લાવડિયા, મસીતીયા, સમાણા, રીંજપર, મેઘપર, સોનવડીયામાં જુગાર દરોડા
જામનગર શહેર અને જિલ્લામાં શનિ તથા રવિવારના દિવસોમાં ૧૮ સ્થળોએ દરોડા પાડી ૭ મહિલા ૧૦૬ શખ્સોને તીનપત્તી રમતા પકડી પાડ્યા છે. જુગારના પટ્ટમાંથી રોકડ, મોબાઈલ વગેરે મળી કુલ રૂ. પાંચેક લાખનો મુદ્દામાલ ઝબ્બે થયો છે.
જામજોધ૫ર શહેરમાં ગઈરાત્રે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પી. આઈ. આર.બી.પ્રજાપતિની સુચના તથા પી.એસ.આઈ. કે.વી.ઝાલાના વડપણ હેઠળ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે દુદાવોના પુલ પાસે શીવ દિપકભાઈ ખાંટની વાડીમાં મોબાઈલ ફોનની લાઈટ કરી તેના અજવાળે જુગાર રમતા સહાદતખાન ઈનાયતખાન પઠાણ, ધવલ અરવિંદભાઈ રાબડીયા, મીતલ દેવેન્દ્રભાઈ ઘેટીયા, સંજય ભીખુભાઈ પટેલ, દિક્ષિત દિપકભાઈ મોચી, ભાર્ગવ ગીરીશભાઈ ભટ્ટ, શિવ દિપકભાઈ ખાંટ, જમનભાઈ અરશીભાઈ શેખા, તૌફીક હુશેનભાઈ મકરાણી, અર્જુન પરેશભાઈ માકડીયા નામના દશ શખ્સને પકડી પાડયા હતાં. ત્યાંથી રુ. ૬૨૩૭૦ રોકડા, ૧૧ મોબાઈલ, ૬ મોટરસાયકલ મળી કુલ રૂ. ૨૭૧૩૭૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જામનગર ધરારનગર-૧ માંથી ઈસુબ સીદીક સાટી, રઝાક કાસમ શેઠા, જાવીદ હુશેન પીંજારા, સલીમ મામદ સંધી, આરીફ ઉંમર સંધી, અલીમામદ જુમા સંધી, ફારૃક કાસમ સંધી નામના સાત શખ્સને ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા પોલીસે પકડયા હતાં. પટમાંથી રૂ. ૧૦૧૦૦ રોકડા જબ્બે થયા છે. જામનગરના હાપા નજીકના બાવરીવાસ પાસેથી ગઈકાલે સાંજે મનસુખ હકાભાઈ કોળી, હરજુગ નોંધરાજ ચારણ, નવધણ બેચર કોળી નામના ત્રણ શખ્સ જુગાર રમતા પકડાઈ ગયા છે. પોલીસે રૂ. ૨૫૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. શહેરના સુભાષબ્રીજની પાસે બારદાનવાલા કોમ્પ્લેક્ષ નીચે ગઈકાલે રાત્રે તીનપતી રમતા નરેન્દ્ર પ્રભુદાસ કાપડી, રીતેશ ધીરજલાલ ભોઈ, હર્ષિદાબેન નારણભાઈ કાથરાણી, સોનલબા કમલેશભાઈ ગઢવી, મીનાબેન રીતેશભાઈ, મીનાબેન રાજકુમાર તલરેજા અસ્મીતાબેન પ્રભુદાસ કાપડી નામના સાત વ્યકિતઓને પોલીસે દરોડો પાડી પકડી પાડયા હતાં. પટ્ટમાંથી રૂ. ૧૧૭૦૦ કબ્જે કરાયા છે. જોગવડ ગામમાં રાનીશીપ પાસે ગઈકાલે સાંજે ગંજીપાના કુટતા દુદાભાઈ ભીખાભાઈ વણકર, પ્રવિણ ખીમાભાઈ ચાવડા, મેપાભાઈ ભીમાભાઈ સોલંકી, લાખા પાલા મકવાણા, ચનાભાઈ હીરાભાઈ મકવાણા નામના પાંચ શખ્સ પકડાઈ ગયા હતાં. પટ્ટમાંથી રુ.૫૫૪૦ રોકડા ઝબ્બે થયા છે.
કાલાવડ તાલુકાના ટોડા ગામમાં ગઈકાલે રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા રવિરાજસિંહ હરદેવસિંહ જાડેજા, શકિતસિંહ પોપટસિંહ, રાજેન્દ્રસિંહ લાલુભા, ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, દિગ્વીજયસિંહ ભુપતસિંહ, હરપાલસિંહ અનીરૃધસિંહ, કુલદિપસિંહ ગંભીરસિંહ, લખધીરસિંહ બાપાલાલ જાડેજા નામના આઠ શખ્સને પોલીસે પકડી લીધા હતાં. રુ. ૧૧૩૦૦ રોકડા કબ્જે કરાયા છે. કાલાવડના નાગપુર ગામમાં ગઈરાત્રે એક વાગ્યે જુગારની મહેફીલ જામી હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડતા ત્યાંથી જેન્તીભાઈ નાથાભાઈ પટેલ, રામજીભાઈ ગાગજીભાઈ સીંગલ, દિનેશગીરી રતનગીરી ગૌસ્વામી, પંકજ કાંતીભાઈ બાવાજી, ઘનશ્યામ પરસોતમભાઈ પટેલ, બાબુભાઈ બેચરભાઈ પટેલ, કૈલાશગીરી દિનેશગીરી બાવાજી નામના ૭ શખ્સ તીનપતી રમતા ઝડપાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી ૧૨૭૦૦ રોકડા કબ્જે કર્યા છે.
જામનગર તાલુકાના નાઘેડીના ખાણ વિસ્તારમાં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા વિમલ સુનીલભાઈ સોલંકી, દિલીપ અરજણભાઈ પરમાર નામના બે શખ્સને પોલીસે પકડી લીધા હતાં. ૩૧૧૦ ની રોકડ કબ્જે કરાઈ છે.
જામનગર તાલુકાના લાવડીયા ગામમાંથી ગઈકાલે સાંજે રમેશ મનજીભાઈ મકવાણા, જીતેન્દ્ર ધીરજભાઈ ગંંંઢા, નિલેષ રઘુભાઈ ગંઢા નામના ત્રણ શખ્સને તીનપતી રમતા પકડવામાં આવ્યા છે. પટ્ટમાંથી રૂ. ૬૩૦૦ રોકડા કબ્જે કરાયા છે.
મસીતીયા ગામેથી ગઈકાલે સાંજે આદમ જુમા ખફી, ગફાર પુંજા સુમરા, અકબર યુનુસ ખફી, હશન જુસબ ખફી, બશીર અબુ ખફી, અકબર ઈસમાઈલ ખફી, જાવીદ ઈબ્રાહીમ સુમરા, જુમા ઉંમર ખફી નામના આઠ શખ્સને પોલીસે પકડી પાડી પટ્ટમાંથી રૂ. ૧૭૫૦૦ રોકડા અને ગંજીપાના કબ્જે કર્યા છે.
જામનગર સમાણાના ધોરીમાર્ગ પર આવેલા ક્રિષ્નાપાર્કના ગેઈટ પાસે ગઈકાલે રાત્રે પાંચ પીરની દરગાહ નજીક તીનપતી અલારખા ઈસ્માઈલનો ઉનડ, અસલમ યાકુબ પીંજારા, ઈમરાન સીદીક સંધી, લીયાકત કાદરમીંયા નાગાણી, મુસ્તાક અબુભાઈ સોરઠીયા સહિત મુસ્તકીમ બોદુભાઈ પટણી, રફીક જુસબ ખીરા, અબ્દુલ રહીમ સુમરા, મોહસીન અબાસ ખફી, સકીલ અબાસ સહિતના ૧૧ શખ્સને પોલીસે તીનપતી રમતા પકડી પટ્ટમાંથી રુ. ૧૨૪૦૦ રોકડા, ૩ મોટરસાયકલ સહિતનો મુદમાલ કબ્જે કર્યો છે. આરોપીઓ સામે જુગારધારા ઉપરાંત જાહેરનામાં ભંગનો પણ ગુન્હો નોંધાયો છે.
લાલપુર તાલુકાના રીંજપર ગામમાં શનિવારે સાંજે તીનપતી રમતા મેરામણ રામાભાઈ બંધીયા, કેશુર કરશનભાઈ આહીર, અજય ભીમશીભાઈ આહીર, ગોવિંદભાઈ સોમાતભાઈ આહીર, પીઠાભાઈ દેવાયતભાઈ વસરા, મુળુભાઈ અરશીભાઈ આહીર નામના છ શખ્સોને પોલીસે પકડયા હતાં. પટ્ટમાંથી રૂ. ૧૩૨૭૦ કબ્જે થયા છે. મેઘપર ગામમાંથી રમેશ પાલાભાઈ મકવાણા, ચના હીરા મકવાણા, રમેશ વાલા મકવાણા, દુદા ભીખા પરમાર, દેવા હમીર પરમાર, રામા જીવા દલીત નામના છ શખ્સને જુગાર રમતા પકડવામાં આવ્યા છે. પટ્ટમાંથી રૂ. ૧૦૩૦૦ રોકડા કબ્જે કરી પોલીસે જુગારધારા તથા જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી છે.
જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં શનિવારે સાંજે તીનપતી રમતા કમલેશ વલ્લભભાઈ રાઠોડ, કારુભાઈ દાનાભાઈ ચૌહાણ, કિરીટ પરબતભાઈ ચૌહાણ નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડયા હતાં. રૂ. ૩૨૮૦ રોકડા કબ્જે થયા છે.
જોડિયા તાલુકાના કુન્નડ ગામમાંથી ગઈકાલે પોલીસે અશોક ધનજીભાઈ પટેલ, અશ્વીન રામજીભાઈ પટેલ સહિતના આઠ શખ્સને તીનપતી રમતા ઝડપી લીધા છે. પટ્ટમાંથી રૂ.૩૧૬૦૦ રોકડા કબ્જે લઈ પોલીસે ગુન્હો નોંધ્યો છે.
શહેરના ધરારનગર-૨ વિસ્તારમાંથી હાજી અબ્દુલ જોખીયા, હુશેન ઈસ્માઈલ સંધી, તૌસીફ બસીર ફકીર, અબાસ સીદીક વાઘેર, રીયાઝ ઈબ્રાહીમ સંધી, ફીરોજ તાલબ વાઘેર, બસીર આદમ સંધી નામના સાત શખ્સ તીનપતી રમતા પકડાયા છે. પટ્ટમાંથી ૧૦૧૭૦ રોકડા કબ્જે લેવામાં આવ્યા છે.
ધ્રોલના ગોલીટા ગામમાંથી રાજેશ દાનાભાઈ વાઘેલા સહિતના સાત વ્યકિત ગંજીપાના કુટતા પકડાઈ ગયા છે. પટ્ટમાંથી રૂ. ૧૦૪૯૦ કબ્જે થયા છે. શંકર ટેકરીમાંથી ગફાર સીદીક ખીરા, પ્રદીપ ઘનશ્યામ, શંકર મનુભાઈ રોહેરા, શંકર મનુભાઈના મટુબેન મારખીભાઈ આહિર અને વનીતાબેન ધર્મેન્દ્રભાઈ આહિર નામના પાંચ વ્યકિત જુગાર રમતા ઝડપાયા છે.