આરોગ્ય ભારતી ગુજરાતના મંત્રી ડો.જયસુખ મકવાણાની યાદી મુજબ તા.૧.૨ ડિસેમ્બર આરોગ્ય ભારતીનું રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ અધિવેશન ઉતર પ્રદેશનાં કાનપુર મુકામે બી. એન. એસ .ડી.શિક્ષા નિકેતન બેનાઝાવાર ખાતે યોજાશે. જેમાં દેશભરમાંથી ૭૦૦થી વધુ પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે.
આ અધિવેશનમાં સંઘના અગ્રણી સરકાર્યવાહ ભૈયાજી જોશીનું માર્ગદર્શન પણ મળશે. આ અધિવેશનમાં ગુજરાતની પ્રાંત કારોબારીના સદસ્યો અપેક્ષિત છે. તે પૈકી ૧૮ પ્રતિનિધિ ડો.જયસુખ મકવાણાની આગેવાની હેઠળ ભાગ લેવા જઈ રહ્યા છે.
આ અધિવેશનમાં ગુજરાતના ડો.પ્રવિણભાઈ ભાવસાર, ડો.ભાસ્કર ભટ્ટ અને રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય ડો.હિતેશ જાની, ડો.શિવાંગ સ્વામીનારાયણ, ડો.વિક્રમ ઉપાધ્યાય, ડો.અમૃત પ્રજાપતિ તેમજ રાજકોટના ડો.હર્ષદભાઈ પંડિત, ભરત પટેલ, પ્રવિણગીરી ગોસ્વામી ભાગ લેશે.