વાવાઝોડાથી ૯ જિલ્લાઓમાં સર્જાઈ તબાહી: મૈનપુરીમાં સૌથી વધારે ૬ લોકોના મોત, મોટાભાગે વીજળી પડવાથી મોત
ઉત્તરપ્રદેશમાં ગુરુવાર રાતે વાવાઝોડાના કારણે અલગ અલગ દુર્ઘટનાઓમાં ૧૮ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધારે લોકો ઘાયલ થયા છે. મૈનપુરીમાં સૌથી વધારે ૬ લોકો મોતને ભેટ્યા છે. હવામાન વિભાગના નિયામક જેપી ગુપ્તાએ આજે જણાવ્યું કે વાવાઝોડાનું જોખમ હજુ ટળ્યું નથી. આગામી બેથી ત્રણ દિવસો સુધી મુશ્કેલી યથાવત રહેશે. લોકોને વાવાઝોડા દરમિયાન સર્તક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
ગત રાતે રાજ્યના મૈનપુરી, એટા, કાસગંજ, મુરાદાબાદ, મહોબા, હમીરપુર, ફરુખાબાદ, બદાયૂંમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ઘણા જિલ્લાઓમાં બરફ પણ પડ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિત પરિવારો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. સાથે જ રાહત કમિશનરે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચલાવામાં આવી રહ્યું છે. મૈનપુરીમાં સૌથી વધારે ૬, એટા અને કાસગંજમાં ૩-૩ અને મુરાદાબાદ, મહોબા , હમીરપુર , ફરુખાબાદ, બદાયૂંમાં ૧-૧ લોકોના મોત થયા છે. જેમાંથી મોટા ભાગે વીજળી પડવાથી અને વાવાઝોડા દરમિયાન ઝાડ ઘરાશાયી થવાથી થયા છે.