નાની ઉંમરમાં હિંમત, સાહસ અને સમજદારીનો પરિચય આપનારા બાળકોને દર વર્ષે રિપબ્લિક ડે પર રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી નવાજવામાં આવે છે. આ વર્ષે આ પુરસ્કાર દેશના વિભિન્ન રાજ્યોમાંથી 18 બાળકોને આપવામાં આવશે, જેમાં સૌથી વધુ બાળકો નોર્થ-ઇસ્ટના છે. પુરસ્કાર મેળવનારાઓમાં 7 છોકરીઓ અને 11 છોકરાઓ સામેલ છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલફેરે આ એવોર્ડની શરૂઆત 1957થી કરી હતી. અત્યારસુધીમાં 680 છોકરાઓ અને 283 છોકરીઓને આ વીરતા એવોર્ડથી સન્માનિત કરાયાં છે.
18 જાંબાઝ બાળકોમાં 8 નોર્થ ઇસ્ટના
– નાઝીયા (ઉત્તરપ્રદેશ)
– કરણવીર સિંહ (પંજાબ)
– નેત્રાવતી એમ. ચૌહાણ (કર્ણાટક)
– બેટ્શ્વાજોન પેનલાંગ (મેઘાલય)
– મમતા દેલાઈ (ઓરિસ્સા)
– સેબેસ્ટિયન વિન્સેંટ (કેરળ)
– લક્ષ્મી યાદવ (છત્તીસગઢ)
– મનશા એન. (નાગાલેન્ડ)
– એન. શેંગપોન કેનયાક (નાગાલેન્ડ)
– યોકનઇ (નાગાલેન્ડ)
– ચિંગઈ વાંગ્સા (નાગાલેન્ડ)
– સમૃદ્ધિ સુશીલ શર્મા (ગુજરાત)
– જોનુનતુઆંગા (મિઝોરમ)
– પંકજ સેમવાલ (ઉત્તરાખંડ)
– નદાફ એજાઝ અબ્દુલ રઉફ (મહારાષ્ટ્ર)
– લોકરાકપામ રાજેશ્વરી ચાનુ (મણિપુર)
– એફ. લલછંદામા (મિઝોરમ)
– પંકજકુમાર માહંત (ઓરિસ્સા)