કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. પ્રારંભિક તબક્કે ખૂબ મોંઘા થયેલા માસ્ક અત્યારે સસ્તી કિંમતે મળવા લાગ્યા છે, માર્કેટમાં ટ્રિપલ લેયર, હોમ મેડ અને ડિઝાઈનર માસ્ક અવેલેબલ છે. તો સાથે જ સોના અને હીરાજડિત લક્ઝરી માસ્ક પણ સામે આવી રહ્યા છે. બજારમાં હજુ પણ ઘણા એવા માસ્ક મળે છે જેની કિંમત જાણીને સામાન્ય વ્યક્તિ ચોંકી જશે.
ઈઝરાયલના એક જ્વેલરે દુનિયાનો સૌથી મોંઘો માસ્ક તૈયાર કર્યો છે. તેની કિંમત $1.5 મિલિયન આશરે 11 કરોડ રૂપિયા છે. આ લક્ઝરિઅસ માસ્કમાં 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 3600 કાળા અને સફેદ હીરા જડવામાં આવ્યા છે. આ માસ્કની ડિલિવરી ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે.
માસ્કને ઈઝરાયલની કંપની યુવેલએ તૈયાર કર્યો છે. વાઈરસથી બચવા માટે આ લક્ઝરી માસ્કમાં એન-99 ફિલ્ટર અટેચ કરવામાં આવ્યું છે.