રાજકોટમાં વસતા 500 જેટલા લોકો ઉપરાંત અન્ય શહેરીજનો પણ સોમનાથ ખાતે 17મીએ યોજાનાર કાર્યક્રમમાં સામેલ થશે
તમિલ સંગમ માટે જિલ્લામાંથી 18 બસો દોડાવાશે. રાજકોટમાં વસતા 500 જેટલા લોકો ઉપરાંત અન્ય શહેરીજનો પણ સોમનાથ ખાતે 17મીએ યોજાનાર કાર્યક્રમમાં સામેલ થશે તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું. આગામી તા. 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર .ગુજરાત અને તમિલનાડુની સાંસ્કૃતિક અનુબંધને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં તમિલનાડુના મહેમાનોને આવકારવા ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તૈયારીઓ થઈ રહી છે.
તમિલનાડુમાં રહેતા મૂળ નિવાસી સૌરાષ્ટ્રીયન લોકો વર્ષો બાદ તેના વતન તરફ આવી રહ્યા છે. ત્યારે આ તમામને આવકારવા માટે રાજ્ય સરકાર દ્રારા સોમનાથ ખાતે તમિલ સંગમના ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 17 એપ્રિલના રોજ પ્રવાસીઓની પ્રથમ સમુહ વેરાવળ રેલવે સ્ટેશન પર આવી પહોંચશે જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત થશે. સોમનાથ મંદિરમાં પુજા અર્ચન, લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા મ્યુઝિયમની મુલાકાત લેશે ત્યારબાદ બે દિવસ દ્રારકા પ્રદેશની મુલાકાત લેશે. આ કાર્યક્રમને ધ્યાને રાખીને રાજ્ય સરકાર તડામાર તૈયારીઓ હાલ કરી રહ્યુ છે.
વધુમાં આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લામાંથી પણ 18 બસો જશે. આ તમામ બસો એસટીની હશે. રાજકોટમાં વસતા 500 જેટલા તમિલ લોકો ઉપરાંત સ્થાનિકો આ બસ મારફતે કાર્યક્રમ સ્થળે પહોંચાડવામાં આવશે. આ માટે સિટી પ્રાંત-1 ચૌધરીને નોડેલ નીમવામાં આવ્યા છે. બીજી તરફ 22મીએ હેન્ડલુમને લઈને બિઝનેશ મીટના કાર્યક્રમનું રાજકોટમાં આયોજન થઈ રહ્યું છે. જેમાં રાજ્ય સરકારના મંત્રીની પ્રેરક હાજરી રહેશે. હાલ આ કાર્યક્રમ સત્તાવાર રીતે હજુ નક્કી નથી.