વડિલ વંદના માટે નામ નોંધણી શરૂ;આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ઔદિચ્ય મહારાજ ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ જ્ઞાતિનું સ્નેહમિલન તા.૧૭.૧૧ને રવિવારે મેઘાણી રંગ ભવનમાં આપણી જ્ઞાતિનું સ્નેહમિલન રાખેલ છે. વડીલોના વંદનાનો કાર્યક્રમ તેમજ વિદ્યાર્થી પારિતોષીક કાર્યક્રમ ટુંક સમયમાં યોજવાનું નકકી કરેલ છે. વડીલ વંદનાના ફોર્મ તા.૧૭.૧૧ના રોજ મળશે.
ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ રાજકોટ દ્વારા તા.૧૭.૧૧ ને રવિવારે નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ અને સમુહ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યવસ્થાના ભાગરૂપે પાસ મેળવી લેવા શુલ્ક રૂા.૫૦ છે. પાસ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવનાર છે. રસ ધરાવતાં જ્ઞાતિજનોએ તાત્કાલીક પાસ મેળવી લેવાનાં રહેશે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગામના તેમજ બહારગામથી નવો વસવાટ કરી આશરે નવ હજાર ઉપર જ્ઞાતિજનો વસે છે. આ બધાજ સભ્યો એકબીજાને મળવા જાયતો સમય શકિતનો વ્યય થાયતેમજ એક જ જગ્યાએ મળે તો આર્થિક રીતે પણ બચત થાય છે. અને ખાસ બધાને મળી શકાય. આ કાર્યક્રમને સફળ બનાવવાના માટે દિલીપભાઈ મહેતા, ઈન્દ્રવદન રાજયગૂરૂ, દિપક પંડયા, સુધીરભાઈ પંડયા, ઉદયભાઈ પંડયા, હર્ષદ રાવલ, અમીત રાજયગુરૂ, રાકેશ રાજયગુરૂ, વિરેન વ્યાસ, જીતુભાઈ રાજયગુરૂ, સંજય જોશી મયુર રાજયગુરૂ દિપકભાઈ રાજયગૂરૂ પાર્થ રાજયગૂરૂ, જતીન પંડયા, મયુરભાઈ પંડયા, નીતીન ઠાકર, શૈલેષ જાની, રાજેશ જોશી, દીપેશ રાજયગૂરૂ, પ્રજ્ઞેશ રાજયગૂરૂ, ગીરીશભાઈ જોશી, ઘેલારામજી જ્ઞાતિના જ્ઞાતિજનો જહેમત ઉઠાવે છે.
પાસ મેળવવા દિપકભાઈ રાજયગુરૂ વેસ્ટર્ન સ્પોર્ટ, ગોંડલ રોડ, જુના સંજયરાજ પેટ્રોલ પંપ સામે, રાજકોટ સમય ૬ થી ૮ કલાકે સાંજે અથવા દિલીપભાઈ મહેતા એડવોકેટ ૩૧૫/૩૧૯, રાષ્ટ્રદિપ કોમ્પ્લેક્ષ, રાષ્ટ્રીય શાળા રોડ, રાજકોટ સમય ૭ થી ૮ કલાકે સાંજે સંપર્ક કરવો.
કાર્યક્રમને સફળ બનાવવા દિલીપભાઈ મહેતા, દિપકભાઈ પંડયા, સુધીરભાઈ પંડયા, વિરેનભાઈ વ્યાસ, ઈન્દ્રવદનભાઈ રાજયગુરૂ અને ઉદયભાઈ પંડયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.