ત્રિપલ તલાક બીલ સહિત અનેક મુદ્દાઓ અને નવરચિત કેન્દ્ર સરકારનું પ્રથમ બજેટ બની રહેશે મહત્વપૂણ

આજી ૧૭મી લોકસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે જે દરમિયાન કેન્દ્રીય બજેટ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રિપલ તલાક બીલ સહિતના મુદ્દાઓ સરકારના મુખ્ય એજન્ડામાં રહેશે. દરમિયાન આ સત્ર શરૂ થાય તેના એક દિવસ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં ખેડૂતોની આત્મહત્યા, દૂષ્કાળ, બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ ઉઠવા પામ્યા હતા. જે દરમિયાન કોંગ્રેસ સહિતના પક્ષો પણ આ બેઠકમાં જોડાયા હતા. કોંગ્રેસે સરકારની નીતિઓ અને કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેમાં બેરોજગારી, પત્રકારત્વની આઝાદી વગેરે મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં અન્ય પક્ષોએ પણ સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. હવે સરકારે બજેટની પણ તૈયારી કરી લીધી છે અને આગામી ૫ જુલાઈના રોજ તેને રજૂ કરવામાં આવશે. જયારે અન્ય જે બીલો રજૂ કરવાના છે તેમાં ત્રિપલ તલાક બીલનો પણ સમાવેશ થાય છે.

સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ પત્રકાર પરિષદ યોજી હતી જે દરમિયાન તેઓએ સર્વપક્ષીય બેઠકમાં જે મુદ્દાઓની ચર્ચા ઈ તેની માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સર્વપક્ષીય બેઠક દરેક પક્ષોને સો રાખીને સંસદીય કાર્યવાહી શાંતિપૂર્વક ચાલે તે માટે બોલાવવામાં આવી હતી. ૧૭મી લોકસભાની આજથી શરૂ થતું પ્રથમ સત્ર નિશ્ચિતપણે કેન્દ્રીય બજેટ અને બીજા સંવિધાનીક ચાવીરૂપ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરનારૂ બની રહેશે. ત્યારે ત્રિપલ તલાકનો મુદ્દો સરકાર માયે અગ્રક્રમે ઉકેલવાનો વિષય બનવા પાત્ર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદલીય બેઠકમાં તમામ પક્ષની નેતાગીરીને ૧૯મી જુને ફરીથી  બોલાવીને એક રાષ્ટ્ર એક ચુનાવના મુદ્દા અને કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે મિટીંગ બોલાવી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, લોકસભામાં ઘણા નવા જનપ્રતિનિધિઓ સામેલ યા છે. ત્યારે સંસદનું નિચલુ ગૃહ નવા વિચારના મહાસાગરની રીતે શરૂ થવા જઈ રહ્યું છે. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે બેરોજગારી, ખેડૂતોને પડતી મુશ્કેલી અને દેશની સ્વાયતતાના મુદ્દો ઉઠાવતાની સાો સા જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી યોજવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વિપક્ષ દ્વારા આ વિવિધ મુદ્દાની ચર્ચાની માંગણી પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હજુ પક્ષ વિચારધારાની લડાઈ લડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાસિંહ, રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ સહિતના કોંગ્રેસના ધારાસભ્યો સર્વદલીય બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

ભાજપ પક્ષે પણ રવિવારના રોજ સંસદીય સમીતીની બેઠક બોલાવી હતી. જેમાં નરેન્દ્ર મોદી સરકારના સબકા સાથ સબકા વિકાસનો વિશ્વસનો એજન્ડા ચર્ચામાં લેવાયો હતો. એનડીએની બેઠક પણ યોજવામાં આવી હતી. ત્યારે સરકાર આ સત્રમાં ઓછામાં ઓછા ૧૦ વિધાયક પર કામ કરવાનું લક્ષ્ય રાખે છે તેવી પણ માહિતી મળી હતી. પ્રથમ બે દિવસમાં નવા સાંસદોના સપની પ્રક્રિયા કે જે, પ્રોટેમ સ્પીકર વિરેન્દ્રકુમારની અધ્યક્ષતામાં યોજાશે. ૧૯મી જૂને નવા અધ્યક્ષની ચૂંટણી અને બીજા વિદેશ રાષ્ટ્રપતિ બન્ને ગૃહોને સંબોધન કરશે. જ્યારે ૫મી જુલાઈએ નવી કેન્દ્ર સરકારનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે આ વખતે બજેટ ઉપરાંત ત્રિપલ તલાકનો કાયદો સરકાર માટે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે.

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, તમામ સાંસદો લોકોની અપેક્ષા પૂરી કરવા સક્ષમ છે અને સંસદનો એક-એક દિવસ દેશ માટે ખૂબજ ઉપયોગી બને તે માટે તમામ પક્ષો કટીબદ્ધ છે. સર્વદલીય બેઠક એક ઔપચારિકતા છે. ત્યારે સરકારે વિપક્ષ સહિત તમામને સહયોગીની અપીલ કરીને ૧૬મી લોકસભામાં છેલ્લા બે વર્ષો બગાડયા હતા તેવી ઘટના ન થાય તેની હિમાયત પણ કરવામાં આવી હતી. ત્યારે ૧૯મી જૂને તમામ નેતાઓને વડાપ્રધાન મોદી મળશે જેમાં એક રાષ્ટ્ર એક ચૂનાવ જેવો મુદ્દો પણ મહત્વનો બની રહેશે.

એક રાષ્ટ્ર એક ચૂંટણી’ તરફ મોદીનું મક્કમ પગલું: બોલાવી સર્વપક્ષીય બેઠક

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૨માં આઝાદીનીક ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરવા જઈ રહી છે. ત્યારે વડાપ્રધાન ભાતરમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનો લોકતંત્રને ઉપહાર આપવાની દિશામાં આગળ વધવાનો નિર્દેશ આપી ૧૯મી જૂને એક રાષ્ટ્ર, એક ચુનાવના અવિરભાવને મૂર્તિમંત કરવાનાં ઈરાદે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

૧૯મી જૂન એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદાની ચર્ચા માટે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાંઆ મહત્વના મુદાની ચર્ચા થશે. લોકસભાની કાર્યવાહીને વધુને વધુ પરિણામદાયી અને ફળદાયી કેમ બનાવી શકાય વડાપ્રધાન ૧૭મી લોકસભાના શરૂઆતમાંજ નવા વિચારોના સમુન્દરનાં સંકલ્પ સાથે સરકારના કાર્યભાળ સંભાળતાની સાથે જ સંસદને કેમ વધુને વધુ ફળદાયી બનાવી શકાય તે મુદે વિચાર વિમર્શ કર્યો હતો. ૧૭મી લોકસભાની વિચાર વિર્મશ બેઠક બોલાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સર્વ પક્ષીય ચર્ચામાં દેશમાં એકરાષ્ટ્ર, એક ચૂંટણીની પધ્ધતિ અમલમાં મૂકવા સંકલ્પ વ્યકત કર્યો હતો. ૨૦૨૨માં દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠ અને મહાત્માગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવા જઈ રહ્યો છે. ત્યારે મોદી સરકારે લોકતંત્રને એક રાષ્ટ્ર એક ચૂંટણીની દેશ હિતની ચૂંટણીની સુધારેલી પધ્ધતિ ભેટ આપવા માંગે છે.તેમ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું હતુ. ભારતમાં ગ્રામ પંચાયતથક્ષ લઈ લોકસભા સુધીની સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની પાચ તબકકાની ચૂંટણીઓ સંસ્થાના પાંચ વર્ષ બાદ યોજવાની પધ્ધતિ છે. લોકતંત્ર માટે આવશ્યક ચૂંટણી પ્રક્રિયા હવે દિવસે દિવસેક વધુને વધુ કચાળ અને સમયદાન માગી લેતી પ્રક્રિયા બની રહી છે.

રાજયની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીનો એક વખતનો ખર્ચ હવે હજારો કરોડના આંકમાં પરાવર્તિત થઈ રહ્યો છે. ત્યારે આપણા દેશમાં અત્યારે ચૂંટણીનાવિવિધ તબકકાઓમાં સ્થાનિક સ્વરાજય સંસ્થાઓ, મહાપંચાયતો, વિધાનસભા અને સંસદની પુરી થતી કાર્યઅવધિ અને નવી રચનાની ગતિવિધિમાં સંસ્થાની બરાખાસ્તીથી લઈ ચૂંટણીની જાહેરાત, આચારસંહિતા ચૂંટણી અને પરિણામો બાદ નવા સુકાનીઓને સતાઅધિકારોની ફાળવણીની ગતિવિધિઓ ચાલુ જ રહે છે અને ચૂંટણી પંચને સતત પાંચ વર્ષ ચૂંટણી વ્યવસ્થામાં વ્યસ્ત રહેવું પડે છે. ત્યારે નરેન્દ્ર મોદી સરકાર હવે દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે જોઈ દેશનાં નાણાં અને સમય બચાવવા માટે એક રાષ્ટ્ર એક ચુનાવના વિચારને મૂર્તિમંત કરવા તમામ પક્ષોના સહીયારા પ્રયાસોથી આ ક્રાંતીકારી વિચારને મૂર્તિમંત કરવા પ્રતિબંધ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.