આગામી 17મીએ પ્રથમવાર સરકારી ભરતી માટે ઓનલાઈન પરીક્ષા યોજાનાર છે. જેના માટે કલેકટર તંત્ર સજ્જ બન્યું છે. રાજકોટના 4 કેન્દ્રો ઉપર  પરીક્ષા લેવાશે. જેના માટે ખાસ કમિટી બનાવાઈ છે. દરેક કેન્દ્ર ઉપર એક કલાસ વન અધિકારીને ફરજ સોંપાઈ છે.

રાજકોટના 4 કેન્દ્રો ઉપર લેવાશે પરીક્ષા : ખાસ કમિટી બનાવાઈ :  દરેક કેન્દ્ર ઉપર એક કલાસ વન અધિકારીને ફરજ : 1125 ઉમેદવારો આપશે પરીક્ષા

પરીક્ષાપત્રો લીક થઇ જવાની ઘટનાઓને ઘટાડવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. હવે મંડળ દ્વારા લેવામાં આવનારી પરીક્ષો સંપૂર્ણપણે પેપરલેસ હશે એટલે કે કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. એક સાથે 15 હજાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે. કોમ્પ્યુટર પરીક્ષા માટે ટીસીએસ કંપનીને  જવાબદારી સોંપવામાં આવી છે.

આગામી તા.17ને રવિવારના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3ની પરીક્ષા યોજાનાર છે. જેમાં રાજકોટમાં ચાર કેન્દ્રો છે. મેટોડાની ઓએએન ડિજિટલ ઝોનમાં ત્રણ અને મારવાડીમાં એક કેન્દ્ર છે. આ ચાર કેન્દ્રો ઉપર કુલ 1125 ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

પ્રથમવાર સરકારી ભરતીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવનાર હોય જિલ્લા કલેકટર તંત્ર આગોતરી તૈયારીઓ કરી રહ્યું છે. આ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને એડિશનલ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. આ ઉપરાંત ચારેય સેન્ટર ઉપર એક – એક વર્ગ 1ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે.  આ કોમ્પ્યુટર બેઝ રિક્રુમેન્ટ ટેસ્ટ હોવાથી દરેક કેન્દ્ર ઉપર વીજળી ઉપરાંત ઓર્ડરની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિકારીઓ ખાસ ધ્યાન આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.