આવનારો દાયકો સિરામિક ઉદ્યોગો માટેનો સુવર્ણ કાળ, અર્થતંત્રને ધબકતુ રાખવામાં સિંહ ફાળો
કોરોનાના કપરા કાળે ઘણા બધા ઉદ્યોગોની કમર તોડી નાખી હતી ત્યારે સિરામીક ઉદ્યોગોના કરોડરજ્જુ સમાન ગૂજરાત અને ખાસ કરીને મોરબી પર પણ તેની નકારાત્મક અસર વર્તાઈ હતી. આવા સમયે ગાંધીનગરના હેલિપેડ એકઝીબિશન સેન્ટર ખાતે યોજાયેલ ઇન્ડીયન સિરામિકસ એશિયા 2023ની 17મી આવૃતની શુભ શરૂઆત થઈ છે જે આ સમયે સિરામીક ઉધોગો માટે ખૂબ જ આશીર્વાદ સમાન છે .આ પ્રદર્શન ઉદ્યોગમાં સંચાર અને માહિતી પ્લેટફોર્મ છે અને પ્રદર્શન કરતી કંપનીઓને અહીં નિષ્ણાતોના પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કરવાની તક આપે છે. મુલાકાતીઓ વિવિધ ક્ષેત્રોમાં નવીનતમ વિકાસ, વલણો, ઉત્પાદનો અને સેવાઓ વિશે અહીં ઊંડાણપૂર્વક અને વ્યાપક માહિતી મેળવી શકે છે.
વિશ્વભરમાં ચાઇના પછી સિરામીક ઉધોગમાં ભારતનું સ્થાન દ્વિતીય છે ત્યારે તેનું મુખ્ય કારણ આપણા ઉદ્યોગોની ગુણવત્તા છે.ખાસ કરીને હજુ પણ આ ઉદ્યોગો માટે જરૂરી મશીનરી બહારથી નિકાસ કરવમા આવે છે ભારતીય સિરામિક્સ સિરામિક ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય વેપાર મેળો છે. આ પ્રદર્શન ઉદ્યોગમાં સંચાર અને માહિતી પ્લેટફોર્મ છે અને પ્રદર્શન કરતી કંપનીઓને અહીં નિષ્ણાતોના પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કરવાની તક આપે છે. મુલાકાતીઓ વિવિધ ક્ષેત્રોમાં નવીનતમ વિકાસ, વલણો, ઉત્પાદનો અને સેવાઓ વિશે અહીં ઊંડાણપૂર્વક અને વ્યાપક માહિતી મેળવી શકે છે.
આ એક્સ્પો ફક્ત એકઝીબીટરો પૂરતા સીમિત ન રહેતાં વિશ્વભરના દેશોને ભારતના ઉદ્યોગો સાથેના જોડાણની એક ઉમદા તક પૂરી પાડે છે.
સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1.4 ટ્રિલિયન ફાળવવામાં આવ્યા: ભૂપીન્દરસિંઘ
મેસી મ્યુનચેનચિફ એક્ઝિક્યુટિવ ઈન્ડીયા પ્રા. લી.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા એક્સ્પોના આયોજક ભૂપીંદરસિંઘે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ઇન્ડિયન સીરામીક એશિયા 2023 એ એશિયાનો સૌથી મોટો એક્સ્પો છે કે જે સિરામિક ઉદ્યોગો , ઈંટ ઉત્પાદન કરતા ઉદ્યોગો અને તેને લગતી વિવિધ મશીનરી એક જ છત નીચે ખરીદદારોને મળી જાય છે.કે જેમાં લગભગ 8 દેશોના ઉદ્યોગો એ ભાગ લીધો છે એટલું જ નહીં આ સાથે ઇન્ડસ્ટ્રીમાં જોબ ફેર, કોન્ફરન્સ થકી ઉધોગકારોને અહીં સંબોધવામાં આવી રહ્યા છે જે થકી અહીં વિવિધ ટેકનોલોજી વિશે માહિતી મળી રહી છે.
વિવિધ ઉદ્યોગો કે જેઓ એમઓયુ પણ સાઈન કરવામાં માગતા હોય કે જોઇન્ટ વેંચર કરવા માગતા હોય તેને આ એક્સ્પો અમૂલ્ય તક આપી રહ્યુ છે. કે જે લોકો ભારતમાં ઉધોગો શરૂ કરવા માગે છે તેમને એક તક મળી રહી છે આ સાથે સિરામિક ઉદ્યોગોને લગતા જે પણ પ્રશ્નો આવી રહ્યા છે તેના ઉકેલ માટે અહીંયા ફોરેન એક્સપર્ટ પણ બોલાવવામાં આવ્યા છે. આવનારા દશ વર્ષ સિરામિક ઉધોગો માટે સુવર્ણ કાળ સાબિત થશે.
ભારત હવે ઇન્ટરનેશનલ લેવલની ટેકનોલોજીના વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે: સુનીલ મિસ્ત્રી
20માઇક્રોન્સના સુનીલ મિસ્ત્રીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમારું હેડક્વાર્ટર વડોદરામાં આવેલું છે અને અમે ભારતમા નવ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવીએ છીએ. તેઓની કંપની ખાસ ક્લે બનાવવાનું કામ કરે છે. તમારું મૂળ લક્ષ્ય મોરબી સીરામીક ઉદ્યોગોમાં ઈમ્પોર્ટેડ કલેનો મોટાભાગે ઉપયોગ કરવામાં આવે છે કે જેને રિપ્લેસ કરીને અમે અમારી કલેનો આ ઉદ્યોગોમાં વ્યાપાર કરી શકે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી મેક ઈન ઈન્ડિયાના લક્ષ્યને સિદ્ધ કરી શકીએ. જેના માટે અમે ખાસ એવા પ્લાન્ટસ લગાવ્યા છે જેના થકી અમે સ્ટાન્ડર્ડ ક્વોલિટી નીકળે ઉદ્યોગોને આપી શકીએ જેથી કરીને ઈમ્પોર્ટેડ કલેનું માર્કેટ ઓછું થાય આ માટે અમારો ઉદ્યોગ છેલ્લા પાંચ વર્ષથી તેમાં ખૂબ સારો વિકાસ કરી રહયો છે.
આ સિવાય અમે 25% જેટલું કલે નું નિકાસ યુએસ, યુએઇ અને યુરોપમાં કરીએ છીએ. અને અમારો મુખ્ય હેતુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની પ્રોડક્ટસ બનાવવાનો છે જેથી કરીને પ્રોડક્ટસની સારી ક્વોલિટી ઉદ્યોગોને આપી શકીએ. આ સાથે તેમણે ટેકનોલોજી વિશે જણાવ્યું હતું કે હવે ભારત સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનોલોજી ક્ષેત્રે પણ વિકાસ કરી રહી છે જેથી ઇન્ટરનેશનલ લેવલની ટેકનોલોજીને આપણે ટક્કર આપી શકીએ.
છેલ્લા 15 વર્ષમાં મોરબી સિરામિક ઉધોગમાં હરણફાળ વિકાસ જોવા મળ્યો: કિરીટભાઈ પટેલ
મોરબી સિરામિક મેન્યુફેકચરર્સ એસોસિયશનના પ્રેસિડેન્ટ કિરીટભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ઇન્ડિયન સિરામિક એશિયા એકસપોનું આ 17મુ એડીશન છે. જ્યારે પહેલા એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યુ ત્યારે ફક્ત 150 જેટલા જ યુનિટો મોરબીમાં કાર્યરત હતા. જેમાં છેલ્લા 15 વર્ષમાં સિરામીક ઉધોગમાં હરણફાળ વિકાસ જોવા મળ્યો છે એમાં પણ જો દેશના સિરામીક ઉધોગની વાત કરવામાં આવે તો ગુજરાતનો હિસ્સો 95% છે.મોરબીમાં હવે વિશ્વસ્તરીય જે ટેકનોલજી ડેવલપ થઈ છે તેં પદ્ધતિથી હવે મોરબીનો પણ વિકાસ થઇ રહ્યો છે.
ફ્કત રો મટીરીયલ જ નહી પણ વિવિધ ટેક્નોલોજી અને મશીનરમાં જે વિકાસ થતો હોય વિશ્વ ભરના ડેલિગેટ્સ દ્વારા એકપોમમાં ડિસ્પ્લે કરવમાં આવે છે જે ઉધોગો માટે ખૂબ જ ફાયદાકારક છે .મોરબીના સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ અને સનેટરીને લગતી તમામ ટેકનોલજીનો વિકાસ થયો છે પણ તેને લગતી મશીનરીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે.
આ પ્રકારના એક્સપો નવી ટેક્નોલોજી સાથે ઓળખ કરવાની તક આપે છે: રોહિત ચુડાસમા
મહાલક્ષ્મી ઈન્ટરનેશનલના રોહિત ચુડાસમાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમારી ફર્મ છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે અને અમે મુખ્યત્વે સિરામિક ઉદ્યોગોમાં સિરામિક મશીનરી અને રોમટીરીયલનું ઈમ્પોર્ટ કરી સપ્લાયરનું કાર્ય કરીએ છીએ. અમે સિરામિક ઉદ્યોગોમાં વિવિધ વિભાગોને લગતી અલગ અલગ મશીનરીમાં કામ કરીએ છીએ જેમ કે ગેઝ લાઈન છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે સીરામીક્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે એટલા મોટા પાયે વિકસી ગઈ છે કે આવા એક્સ્પો વિવિધ ઇન્ડસ્ટ્રી સાથે ગેટ ટુ ગેધર માટેનું એક અગત્યનું સ્થળ બની રહે છે જેના કારણે ઉદ્યોગોનો વિકાસ થાય છે તેમજ અમે અમારી નવી પ્રોડક્ટસ ને પણ આ એક્સપોમાં લોન્ચ કરી શકીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને કારણે હવે બહારના દેશોના લોકો પણ મશીનરી સર્ચ કરવા માટે આપણા દેશમાં આવી રહ્યા છે ત્યારે આ પ્રકારના ખૂબ જ ઉપયોગી નીવડે છે.
સરકાર અને ઉધોગો સાથે મળીને મોરબીને જાપાન બનાવવાની તાકાત રાખે છે: રાજીવ શાહ
રાજીવ સિરા ઇમ્પેક્સના રાજીવ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓ 1978થી સિરામીક ઉધોગમાં ખૂબ જ સારૂ પ્રભુત્વ ધરાવી રહ્યા છે જેમાં અમને દરેક ઉદ્યોગનો સહકાર ખૂબ જ સારો મળ્યો છે. વિશ્વના દેશોમાં ચાઇનાનું જે માર્કેટ હતું એમાં ઘણો ઘટાડો થયો છે કહી શકાય કે 50% જેવો ઓછો થયો છે અમે સિરામિક ઉદ્યોગોમાં સિરામિક કલરમાં કામ કરીએ છીએ આ સાથે અમે એસજીવીપીની આદિત્ય બિરલાની ડીલરશિપ ધરાવીએ છીએ આ સિવાય સિરામિક ઉદ્યોગોને લગતા વિવિધ પ્રકારના રો મટીરીયલમાં ટ્રેડ કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે કોરોના સમયની માઠી અસર સિરામિક ઉદ્યોગ પર પડી હતી પરંતુ હવે ફરી આ ઉદ્યોગ વિકસી રહ્યો છે. એમાં પણ ઘણા પડકારોનો સામનો તો આ ઉદ્યોગો કરી રહ્યા છે.
હમણાં થોડા સમય પહેલા જ ગેસના ભાવમાં વધારો એ પણ ઉદ્યોગોને સિધી અસર કરે છે. દેશના અર્થતંત્રમાં પણ સિરામિક ઉદ્યોગ જીડીપીમાં ઘણો ફાળો ધરાવે છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે દેશનું 98% સિરામીક ઉદ્યોગોનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. અને તેમાંથી મોટા ભાગનું મોરબીમાં. સરકાર અને ઉદ્યોગો બન્ને સાથે મળને પ્રયત્ન કરે તો વિશ્વના દરેક ખૂણામાં વ્યાપાર કરવાની તાકાત મોરબીમાં રહેલી છે અને આપણે સૌ મળી મોરબીને જાપાન બનાવી શકશુ, આ ઉદ્યોગને આગળ વધારવામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર અત્યંત અસરકારક સાબિત થઈ છે.