પ્રવાસનધામ તરીકે વિકસાવવા માંગ
ધોરાજી ખાતે આવેલ પ્રાચીન અને જૂનો દરબારગઢ જે 17મી સદીનો આધુનિક સુવિધા મહેલ હતો. ગોંડલના રાજવી ભા.કુંભાજીએ 17મી સદીમાં ઉત્રાર્ધમાં આ બે માળનો મહેલ બંધાવેલો. મોરાના ભાગે જોવા મળતું સુંદર કોતરણી ખાસ કરીને ઝરખાં અને બારીઓમાનું અલંકાર નોંધપાત્ર છે.
નેવાની ઉપર સિંહ અને હાથી જેવા પ્રાણીઓના શિલ્પો અદ્ભૂત છે. ભોંય તળીયાના ખૂણાઓમાં દંડધારી દ્વારપાળની કૃતિઓ આકર્ષણ જમાવે છે અને ત્યાં એ જમાનામાં દરબાર ભરાય એ સ્થળને દરબારગઢ કહેવાયો ત્યારબાદ રાજાના મહેલ બનેલ અને સર ભગવતસિંહજી દરબારગઢ મહેલનું રિનોવેશન કરાવેલ અને ભવ્ય મહેલ નિર્માણ પામેલ. આ દરબારગઢનો મહેલ પ્રાચીન કલાકૃતિનો આધુનિક નજરાણો છે. તે જોવા દેશ-વિદેશથી લોકો જોવા આવે છે. તંત્ર દ્વારા આ મહેલને રક્ષિત જાહેર કરેલ પણ તંત્ર આ રક્ષિત મહેલની જાળવણીના અભાવે ધૂળધાળી થયેલ છે અને સફાઇ અને જાળવણી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પડીને ધૂળ થઇ જશે અને આવનારી પેઢીને આવી જૂની કોતરણી વાળા દુર્લભ મહેલ જોવા નહીં મળેલ અને તંત્ર પ્રવાસનના નામે કરોડો ખર્ચે છે પણ આ મહેલ પાસે ગંદકી અને સફાઇ પણ નથી થતી. આ અંગે લોકમાંગ ઉઠી છે. આવી પ્રાચીન ઇમારતનું સફાઇ અને રિનોવેશન થાય તો તેનો વારસો બચે.