- રથયાત્રાના રૂટ પર વાહની અવર-જવર અને પાર્કિંગ પરપ્રતિબંધ ફરમાવતું જાહેરનામું: કોમી એકતા જાળવવા માટે સામાજીક આગેવાનો સાથે પોલીસ અધિકારીઓ દ્વારા બેઠક યોજાઇ
અષાઢી બીજ નિમિતે રાજકોટના વિવિધ માર્ગ પર નીકળનાર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફીક જામ ન થાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ અપાયાની અને રથયાત્રાના રૂટ પર ટ્રાફિક જામ ન થાય તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયાની પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે માહિતી આપી હતી. તેમજ રથયાત્રા દરમિયાન કોમીએકતા જળવાય રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા સામાજીક આગેવાનો સાથે બેઠક યોજવામા આવ્યાનું જણાવ્યું છે.
અષાઢી બીજ પર્વ નીમીતે શહેરમાં ભગવાનશ્રી જગન્નાથજી , બલભદ્રજી અને શુભદ્રાજીની રથયાત્રા નીકળનાર છે. તેમજ શહેર વિસ્તારમાં અન્ય નાના મોટા કુલ સાત ધાર્મીક સરઘસો પણ નીકળનાર છે.આ રથયાત્રામાં ત્રણ રથ જોડાનાર છે . અને આશરે 55 થી 60 જેટલા વાહનો અને આશરે 2000 થી 2500 જેટલા ભાવીકો જોડાનાર છે. રથયાત્રાનો રૂટ રર કીલોમીટરનો રહેશે.
રથયાત્રાના પસાર થવાના સમગ્ર વિવિધ મહત્વની અને સ્ટેટીક જગ્યાએ ધાબા પોઇન્ટ , ડીપ પોઇન્ટ સાથે પોલીસના જવાનોનો બાયનોકયુલર અને વોકીટોકી સાથે બંદોબસ્ત ગળવવામાં આવેલ છે.રથયાત્રાના પસાર થવાના રૂટમાં પોલીસ અધિકારી તથા પોલીસ કર્મીઓને બોડી વોર્ન કેમેરાથી સજજ રહેશે.
રથયાત્રાના રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તાર, ગીચ વિસ્તાર તથા સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના હોય તેવા સ્થળો ખાતે સી.સી.ટી.વી. તથા પ્રહરી વાહન તથા ડ્રોન ધ્વારા પુરતું સર્વેલન્સ રાખવામાં આવનાર છે.
જે અનુલક્ષીને સુરક્ષાની દ્રષ્ટિએ શહેરમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર -3, મદદનીશ પોલીસ કમિશ્નર -6, પોલીસ ઇન્સ્પેકટર -18 , પોલીસ સબ ઇન્સ્પેકટર- 61 મહીલા સબ ઇન્સ્પેકટર -16 , પોલીસ , મહીલા પોલીસ , હોમગાર્ડ , ટી.આર.બી. મળી કુલ 1598 અને એસ.આર.પી. – 38 સહીત કુલ 1740 બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શહેરમાં નીકળનાર રથયાત્રા અને ધાર્મીક સરઘસો શાંતિ પુર્ણ અને કોમી એખલાશભર્યા વાતાવરણમાં યોજાય તે માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ધ્વારા કોમી એકતા માટે ધાર્મીક આગેવાનો સાથે મીટીંગ કરવામાં આવી છે.
અષાઢી બીજ પર્વ નીમીત્તે યોજાનાર રથયાત્રા શ્રી જગન્નાથ મંદિર કેલાસ ધામ આશ્રમથી શરૂ થઈ નીચે મુજબના રૂટ ઉપર પસાર થનાર હોય અને આ રથયાત્રામાં રાજકોટ શહેર તથા આજુબાજુના ગામડાઓમાંથી ખુબજ મોટા પ્રમાણમાં આમ જનતા આવનાર હોય જેથી રથયાત્રાના રૂટ પર તા .20 / 06 / 2023 ના રોજ રથયાત્રા પસાર થનાર હોય તેના એક કલાક પહેલાના સમય દરમ્યાન તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો – પાર્કિંગ જાહેર કરતું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
નાના મૌવા ગામ મોકાજી સર્કલ વૃંદાવન સોસા.મેઇન રોડ , ન્યાર સંપ કાલાવાડ રોડ , નીલ દા ધાબા થી પુષ્કર ધામ મેઇન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ , સાધુવાસવાણી રોડ ટી પોઇન્ટ એચ.પી. પેટ્રોલ પંપથી સાધુવાસવાણી રોડ, આલાપ ગ્રીનસીટીથી રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડર બ્રીજ, કિશાનપર ચોક, જીલ્લા પંચાયત ચોક . ફૂલછાબ ચોક , સદર બજાર મેઇન રોડથી સદર પોલીસ ચોકી , હરીહર ચોક , લીમડા ચોક એસ.બી.આઇ ટી પોઇન્ટ , ત્રીકોણ બાગ ચોક , ઢેબર ચોક , સાંગણવા ચોક , રાજેશ્રી સીનેમા , ભુપેન્દ્ર રોડ સ્વામીનારયણ મંદિરથી ભુપેન્દ્ર રોડ ટીપોઇન્ટ પેલેસ રોડ , ગુંદાવાડી પોલીસ ચોકી , કેનાલ રોડ બોમ્બે આર્યન થી કેવડાવાડી મેઇન રોડ , પવનપુત્ર ચોક , સોરઠીયાવાડી સર્કલ , કોઠારીયા રોડ મેઇન રોડ , સુતા હનુમાન , નીલકંઠ ટોકીઝ , દેવપરા ચોક , આંબેડકર ભવનથી સહકાર મેઇન રોડ , ત્રશુલ ચોક , ઢેબર કોલોની , ઢેબર રોડ પી.ડી.એમ. ફાટક થઇ પી.ડી.એમ. કોલેજ થઇ સ્વામીનારાયણ ચોક કૃષ્ણનગર મેઇન રોડ , આનંદ બંગલા ચોક , મવડી મેઇન રોડ , મવડી ફાયર બ્રીગેડથી માયાણી ચોક રાજનગર ચોકથી , નાના મૌવા મેઇન રોડ , નાના મૌવા સર્કલ , પ્રતિલોક પાર્ટી પ્લોટ , અજમેરા શાસ્ત્રીનગર , નાના મૌવા ગામ થી કૈલાસ ધામ નીજ મંદિર ખાતે આવી પરત આવી પુર્ણ થશે આ રૂટના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો – પાર્કિંગ ( આ રથયાત્રા સાથે જોડાયેલ અને સરકારી વાહનો સિવાય ) જાહેર કરવામાં આવ્યા છે.