• રાજકોટના 6 અધિકારીઓને નાયબ કમિશનર તરીકે પ્રમોટ કરાયા જ્યારે 2 અધિકારીને જોઈન્ટ તરીકે બદલી સેવા કેન્દ્રમાં કરાઈ

રાજ્ય સરકાર દ્વારા હવે સેન્ટર એજન્સી એવી જીએસટી વિભાગમાં પણ બદલીની સાથે બળતીના ઓડરો કરવામાં આવ્યા છે ત્યારે હવે ગણતરીના જ દિવસો છે કે આવકવેરા વિભાગ ના અન્વેષણ ડિપાર્ટમેન્ટમાં પણ બદલીઓ હાથ ધરાશે. ત્યારે ગઈકાલે મોડી સાંજે રાજ્ય કરવેરા વિભાગના કમિશનરોની બદલી સાથે બઢતી કરવામાં આવી હતી જેમાં કુલ ગુજરાતના 171 કમિશનરોને બદલવામાં આવ્યા છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો કુલ 8 અધિકારીઓની બદલી સાથે બળતી છે જેમાં છ ને આસિસ્ટન્ટ કમિશનર માંથી ડેપ્યુટી કમિશનર તરીકે ન્યુ કરાયા છે અને તેમના ઘટકો પણ ફેરવી દેવાયા છે. બીજી તરફ સર્વાધિક અધિકારીઓ જે બદલાયા છે તે અમદાવાદના હોવાનું પણ માલૂમ પડ્યું છે. આ સામુહિક બદલીથી સ્ટેટ જીએસટી વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે કારણ કે આટલા મોટા પાયે સામુહિક બદલી કદાચ પ્રથમ વખત થાય હોય તો પણ નવાઈ નહીં.

રાજ્ય સરકાર દ્વારા બદલીઓનો દોર શરૂ કરી દીધો છે ત્યારે રાજ્ય વેરા કચેરી એટલે કે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા પણ બદલીઓ તથા બઢતી કરવામાં આવી છે જેમાં કુલ રાજ્યના 171 આસિસ્ટન્ટ કમિશનરને ડેપ્યુટી કમિશનર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. જેમાં સર્વાધિક 70 અધિકારીઓ અમદાવાદના છે . જે અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે તેમાં વડોદરા, હિંમતનગર, દાહોદ અને ભરૂચના વેરા અધિકારીઓનો સમાવેશ થાય છે. તે સિવાય ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ, દોરાજી, વલસાડ અને મોરબીના અધિકારીઓની પણ બદલીઓ કરવામાં આવી છે.

આમ એકસાથે 171 વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશને પગલે અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો છે. રાજ્ય કરવેરા વિભાગમાં જે બદલ્યો થઈ તેમાં સર્વાધિક અમદાવાદમાં 70 અધિકારીઓને બદલાવવામાં આવ્યા છે તો બીજી તરફ રાજકોટની વાત કરવામાં આવે તો છ લોકોને નાયબ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે બાકી બે ને જોઈન્ટ કમિશનર તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે. રાજકોટ શહેરની તો વાત કરવામાં આવે તો ગિરીશભાઈ ગોહિલ, ભગવાનજીભાઈ કુંભારવાડીયા, નયનાબેન ઘાડીયા, ચીમનભાઈ ગમારા, આરતીબેન ભેસડદિયા, મેઘાબેન વડુકીયા, મહેન્દ્રભાઈ ચૌહાણ તથા હસમુખભાઈ ધંધુકિયાના ઓર્ડર નીકળ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.