સ્વામીનારાયણ ગુરૂકુળ વિદ્યાપીઠ  ઈન્ટરનેશન સ્કુલ અમદાવાદના હિરક મહોત્સવની ભવ્ય ઉજવણી

શાસ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાનિધ્યમાં હૌંસલોં કી ઉડાન કાર્યક્રમ અંતર્ગત જૠટઙ ઇન્ટરનેશનલ સ્કુલના આંગણે ત્રિવિધ મહોત્સવ જેમાં આઝાદીનો અમૃત મહોત્સવ, ગુરુકુલ પરંપરાનો હિરક મહોત્સવ અને ઇન્ટરનેશનલ સ્કુલનો રજત જયંતી મહોત્સવ, આગામી તા. 23 12-2022 શુક્રવાર સાંજે 05: 30 થી 8:00 સુધી  ભવ્યતાતિ ભવ્ય રીતે ઉજવાશે,

જેમાં 7500 સ્ક્વેર ફુટ રંગમંચ ઉપર 1700 વિદ્યાર્થાઓ 150 મિનીટ નોનસ્ટોપ સંગીત સાથે 16 પ્રકારે જીવનકૌશલ્ય રજુ કરશે. જેમાં 55 જેટલા ટેકનિકલ એક્સપટર્સનો સહયોગ સાંપડ્યો છે. સમગ્ર કાર્યક્રમ એક ભવ્ય રંગમંચના સ્વરુપ સાથેનો આ યાદગાર મહોત્સવ શાળાઓના સ્ટેજ પરફોર્મન્સના સ્કેલને બદલી નાંખશે.

આ શાળાના કાર્યક્રમમાં સંતો, ઉદ્યોગપતિઓ, સાહિત્યકારો, લેખકો, કવિઓ, કલાકારો, જાણીતા નાટ્યકારો, ડોક્ટરો, તેમજ અમદાવાદની જાણીતી શાળાના આચાર્યો – સંચાલકો શાળા પ્રાંગણની શોભામાં અભિવૃધ્ધિ કરશે. કાર્યક્રમની તમામ વ્યવસ્થા સ્કુલના ડાયરેક્ટર શ્રી જયદેવસિંહ સોનાગરા, શાળાના પ્રિન્સીપાલ શ્રી પદ્માબેન કુમાર, રામસુખદાસજી સ્વામી, હેમલભાઇ પંડ્યા વગેરે સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.