આધારકાર્ડ સાથે જોડાણ અને વેરીફીકેશન બાદ હજુ પણ મોટો આંકડો બહાર આવે તેવા સંકેતો
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફોટો ફિંગરપ્રિન્ટ વાળા બાર કોડેડ રેશનકાર્ડ અમલી બનાવવા છતાં આ કામગીરી ખાનગી એજન્સીઓના હામાં સોંપાતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટી સંખ્યામાં ભૂતિયા બાર કોડેડ રેશનકાર્ડ ઘુસાડી દેવામાં આવ્યા હોવાનું ફરી એક વખત સાબીત થઈ રહ્યું છે. રેશનકાર્ડનું આધારકાર્ડ સાથેજોડાણ કરાયા બાદ એકલા રાજકોટ શહેરમાં જ ૧૭૫૦૦ બીપીએલ, અંત્યોદય અને એનએફએસએ રેશનકાર્ડ સાથે હજુ આધારકાર્ડ લીંકઅપ ન થતાં આવા કાર્ડ રદ્દ કરવામાં આવનાર હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીઓએ જણાવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ સરકાર દ્વારા રેશનકાર્ડ સાથે આધારકાર્ડનું લીંકઅપ ફરજિયાત બનાવતા સસ્તા અનાજના વેપારીઓની ગોલમાલ ખુલીને બહાર આવી છે. કોમ્પ્યુટરના કારીગરોએ ફોટો ફિંગરપ્રિન્ટવાળા રેશનકાર્ડ અમલમાં આવ્યા ત્યારે લાખોની સંખ્યામાં જાહેર વિતરણ વ્યવસ હેઠળ ભૂતિયા રેશનકાર્ડ ઘુસાડી દીધા છે. છેલ્લા એકાદ વર્ષમાં જ તંત્ર દ્વારા હજારોની સંખ્યામાં આવા બોગસ રેશનકાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે અને અમરેલી તા સુરતમાં ચાલતી આ ગોલમાલ બાદ સમગ્ર રાજયમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
બીજી તરફ આગામી માસી આધારકાર્ડ આધારીત જ વિતરણ વ્યવસ ફરજીયાત બની ગઈ છે અને ૧લી સપ્ટેમ્બરથી એપીએલ રેશનકાર્ડ ધારકોને કેરોસીન પણ બંધ થઈ રહ્યું છે તેવા સમયે જ રાજકોટ શહેરમાં ચારેય ઝોનમાં મળી ૧૭૫૦૦ જેટલા રેશનકાર્ડ સાથે હજુ સુધી આધારકાર્ડ સાથે લીંકઅપ ન થયું હોય આ કાર્ડને પુરવઠાના સત્તાવાર સૂત્રો ભુતિયા થયાને બોગસ માની રહ્યાં છે.
ચોંકાવનારી બાબત તો એ છે કે, કોમ્પ્યુટરાઈઝ વિતરણ વ્યવસને પણ ભેદી નાખનાર કોમ્પ્યુટરના કારીગરો આધારકાર્ડ આધારિત વ્યવસને પણ હેક કરવા માટે સજ્જ થયા છે. છતાં પણ હજુ રાજકોટ શહેરના ચારેય ઝોનમાં રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંકઅપ ૯૯ ટકા થયા પછી પણ આ આધારકાર્ડનું વેરીફીકેશન ૪૦ ટકાથી વધુ બાકી છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ ભૂતિયા રેશનકાર્ડનો આંકડો મોટો થઈ શકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.