• સ્પેશિયલ પી.પી તરીકે અમિત નાયરની નિમણુક કરી દેવાઈ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
  • દાહોદમાં સગીરા પર દુષ્કર્મનો મામલો

દાહોદ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં રેકોર્ડ બ્રેક 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાની સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યુ છે કે ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ ફાઇલ કરી છે. ઉપરાંત આ કેસમાં સ્પેશિયલ પીપી તરીકે અમિત નાયરની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કેસ પર સીધી નજર રાખી રહ્યા છે. કુલ 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં ડિજિટલ એવિડન્સ, ફોરેન્સિક ડીએનએ એનાલીસીસ, ફોરેન્સિક બાયોલોજીકલ એનાલીસીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે.

ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.

ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન સીન પ્રોફાઈલિંગ એન્ડ ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલીસીસ પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે.

આ કેસમાં ફક્ત 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી સ્પેશિયલ પીપી તરીકે અમિત નાયરની નિયુક્તિ કરી દેવામાં આવી છે.

પોલીસે એફ.એસ.એલની મદદથી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવ્યા

ચાર્જશીટમાં ડિજિટલ એવિડન્સ, ફોરેન્સિક ડીએનએ એનાલીસીસ, ફોરેન્સિક બાયોલોજીકલ એનાલીસીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે.

ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોનથી ક્રાઇમ સીનનું એનાલીસીસ

ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન સીન પ્રોફાઈલિંગ એન્ડ ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલીસીસ પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.