રાજ્ય સરકાર દ્વારા અલંગ વિસ્તારના ૬૭ ગામોમાં ૧૭૦૦ કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધા પૂરી પડાશે. અલંગે સમગ્ર વિશ્ર્વમાં ભાવનગર જિલ્લાની આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્ય સરકારે ગામડાઓમાં વિજળી, પાણી, રસ્તા, આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે, ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ ખાતેના જી.એમ.બી સ્ટાફ કવાટર્સ કમ્પાઉન્ડમાં વાઘાણીના હસ્તે અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળની કચેરીના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું હતુ. આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય શિવાભાઇ ગોહિલે જણાવ્યુ હતું કે, એક કરોડ રૂપિયાના ખર્ચે પાંચ હજાર સ્કવેર ફુટમાં આ બિલ્ડિંગ ચાર મહિનામાં નિર્માણ પામશે. અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળનું નિર્માણ વાી ગામડાના સરપંચોની સત્તામાં કોઇ ફેરફાર શે નહી. અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન ગીરીશભાઇ શાહે જણાવ્યુ હતું કે, અલંગ વિસ્તારમાં લોકોને ઉદ્યોગો સપવા હશે તો રાજ્ય સરકાર પૂરતા નાણાં આપશે. જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યુ કે અલંગ વિસ્તારના ગામોના સર્વાંગી વિકાસ ર્એ સંગઠન કક્ષાએી સરકારમાં પરિણામલક્ષી રજૂઆત કરાશે. આ કાર્યક્રમમાં વાઇસ ચેરમેન ઠાકોરભાઇ પટેલ, ચીફ એક્ઝિકયુટીવ ઓફિસર મહિપાલસિંહ ચુડાસમા, મેમ્બર મેહુલભાઇ વડોદરીયા, ઘનશ્યામભાઇ પટેલ, જીતુભાઇ શાહ, મુકેશભાઇ પટેલ, શીપ એસો.ના જીવરાજભાઇ પટેલ, સંગઠનના દિગ્વિજયસિંહ ગોહિલ, વિક્રમસિંહ ગોહિલ, ગીરીરાજસિંહ ગોહિલ, ભાવનગર મ.ન.પા.ના પદાધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.