5 દેશોના સહભાગીઓ જોડાયા: સંશોધનોને રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી દ્વારા 16 હજાર ડોલર સુધીના પોતાની સંશોધન જનરલમાં ફ્રી સબસ્ક્રીપ્શન અને સર્ટીફીકેટ અપાયું
ગુજરાત રાજ્યનાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ (ગુજકોસ્ટ), આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત સોસાયટી એવી ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ એન્ડ બાયોલોજીસ્ટ તથા યુ. કે. સ્થિત રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી આરએસએસના સંકલન અને સહયોગથી સ્કુલ ઓફ સાયન્સ, આર.કે. યુનિવર્સીટી, રાજકોટ ખાતે મોલેક્યુલર સ્ટ્રક્ચર અને ઇન્સ્ટ્રુમેન્ટલ અપ્રોચ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન નવેમ્બરનાં અંતિમ સપ્તાહમાં કરવામાં આવ્યું હતું.
પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રસાયણ શાસ્ત્રમાં નામના મેળવનાર અને હાલ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તથા આઈએસસીબીના અધ્યક્ષ એવા ડો. અનામીક શાહ મુખ્ય અતિથીના રૂપમાં હાજર રહ્યાં હતાં. તથા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, શૈક્ષણિક અને ઓદ્યોગિક નિષ્ણાતો જેવા કે ડો. પી.એમ.એસ ચોહાણ, ડો. રંગનાથન સુબ્રમણિયમ (પટના), ડો. ચિનાપન્ના ભાસ્કર (ઈન્ડોનેશીયા), ડો. શો હાન શેન (સિંગાપુર), ડો.અશોક પ્રસાદ (દિલ્હી) વિગેરે દ્વારા પરિષદના વિષય સબંધિત વ્યાખ્યાયનોનું વિશ્વના વિવિધ સંસ્થાઓના અધ્યાપકો ,સંશોધન વિદ્વાનો અને ગ્રેજયુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને જ્ઞાન મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી વિવિધ અધ્યાપકો, સંશોધન વિદ્વાનો અને ગ્રેજ્યુએટ /પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પણ ઓરલ તથા પોસ્ટર સ્વરૂપમાં પોતાનું જ્ઞાન પ્રસ્તુત કરેલ હતું. પરિષદમાં ભાગ લેનારાઓમાંથી સૌથી ત્રણ શ્રેષ્ઠ સંશોધનોને રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી દ્વારા 16000 ડોલર સુધીની પોતાની સંશોધન જનરલમાં ફ્રી સબસ્ક્રીપ્શન તથા સર્ટીફીકેટ આપવામાં આવ્યું તથા સંશોધન વિદ્વાનોના સંશોધન પત્રો યુજીસી માન્ય જનરલોમાં પ્રકાશિત કરવામાં આવશે. આ વૈજ્ઞાનિક પરિષદમાં 170 જેટલા સંશોધન પત્રો ઓરલ અને પોસ્ટરસ્વરૂપમાં રજૂ થયા. તેમાંથી 117 જેટલા સંશોધન પત્રો યુરોપિયન કેમિકલ બુલેટિન અને એનાલીટીકલ કેમેસ્ટ્રી લેટર નામના જર્નલમાં પ્રકાશિત થશે.