૧૦૦ કિલોનું સોનું અને પૈસાની ટ્રાવેલ બેગ ભરેલી ૨ લકઝરીયસ કાર મળી આવી
તમિલનાડુની ક્ધસ્ટ્રકશન કંપની પર રેડ પાડતા અત્યાર સુધીની સૌથી મોટી ટેકસ વસુલી કરવામાં આવી હતી. કંપની પરથી ૧૭૦ કરોડ નકદ અને વિવિધ જગ્યાએથી ૧૦૦ કિલોનું સોનું મળી આવ્યું હતું. મોટાભાગની નકદને રેડ બાદ તરત જ મોટા ટ્રાવેલ બેગોની કારમાં લઈ જવાયું હતું.
એસપીકે ગ્રુપ રોડ અને હાઈવેના નિર્માણ માટે સરકાર સાથે જોડાયેલું છે. આવક વેરાના અધિકારીએ જણાવ્યું હતું કે, કુલ ૧૭૦ કરોડ કેશ અને ૧૦૦ કિલોનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે હજી પણ રેઈડ ચાલુ જ છે. જપ્ત થયેલા પૈસા મોટી ટ્રાવેલ બેગોમાં ભરવામાં આવ્યા હતા. જેમાં ૩૬ કરોડ પિયા એક બીએમડબલ્યુમાં અને ૨૫ કરોડ રૂપિયા બીજી લકઝરીયસ કારમાંથી મળી આવ્યા હતા.
આવક વેરા વિભાગનું કહેવું છે કે આ રેઈડમાં રાજનીતિના સંબંધો હોય શકે છે. તમિલનાડુનુ, મહુરાઈ સહિતના ચેન્નઈના ૩૦ વિસ્તારોમાં ટેકસમેને તપાસ કરી હતી. પીટીઆઈ મુજબ કંપનીના માલિકે પોતાની પાસે રૂ.૨૪ લાખ રાખ્યા હતા અને તેના કર્મચારીઓને બાકીની રકમ અને સોનું અલગ-અલગ ૧૦ જગ્યાએ આપ્યું હતું.
ટેકસ ઓફિસરો દ્વારા સંખ્યાબંધ દસ્તાવેજો અને કોમ્પ્યુટર હાર્ડવેર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જે દેશની અત્યાર સુધીની સૌથી મોટી રેડ કહેવાય રહી છે. ૨૦૧૬માં નોટબંધી બાદ ચેન્નઈમાંથી રેઈડ દરમ્યાન બરોન ખોદતા રૂ.૧૧૦ કરોડ મળી આવ્યા હતા.