હાઈકોર્ટે ત્રણ દિવસમાં આરોપીને અરજી સાંભળી જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો
શહેરમાં રહેતા દેવીબેન શિવુભાઈ રાજેરાએ રોબીન્સન ઈમ્પેકટ ઈન્ડિયા નામની કંપનીના સંચાલકો વિરુઘ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં વિમા ઉતરાવવા માટે લાલચ આપી લાખો રૂપિયાનું કૌભાંડ કરવા અંગે રોબીન્સન ઈમ્પેકટ ઈનિડયા આરોપી વિરુઘ્ધ ફરિયાદ નોંધાવેલી હતી. જેમાં આરોપીઓની ધરપકડ કરી હતી. ગુન્હામાં અમદાવાદના ઓમપ્રકાશ કાશ્મીરીલાલ પંજાબી કે જે આ રોબીન્સન ઈમ્પેકટ ઈન્ડીયાના ચેરમેન નાસતા ફરતા હતા. આ આરોપી ૧૭ વર્ષોથી ભાગેડું ઓમપ્રકાશની અમદાવાદથી ધરપકડ કરેલી હતી. આરોપીની ધરપકડ થતા તેઓએ અદાલતમાં જામીન અરજી કરેલી હતી. જે જામીન અરજી તા.૯/૭/૨૦૧૮ના રોજ અદાલતે રદ કરેલ હતી. જેથી આરોપીએ તાત્કાલિક હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ અને બચાવપક્ષે એવી દલીલ કરેલ હતી કે આરોપીને ખોટી રીતે નાસતા ફરતા બતાવવામાં આવેલ છે તેઓ અમદાવાદના નીત્ય નીવાસી છે. બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશનના ધંધામાં સંકળાયેલ છે. અમદાવાદમાં છેલ્લા ૧૭ વર્ષમાં જુદા જુદા પ્રોજેકટો કરેલ છે અને આરોપી કેન્સરની બિમારીથી પીડાઈ રહેલ છે તથા આ કામમાં પોલીસે કોઈ ૭૦નું વોરંટ મેળવેલ હોય તેવો પણ પુરાવો રેકર્ડ ઉપર નથી તથા ચાર્જશીટમાં દર્શાવેલ સાહેદોની રકમ રૂ.૧૬,૦૦૦,૦૦/- આરોપી નામદાર કોર્ટમાં પોતાના હીતને નુકસાન ન જાય તે રીતે ભરવા તૈયાર છે તેવા સંજોગોમાં નામદાર સુપ્રીમ કોર્ટે જણાવેલ જુદા જુદા ચુકાદા રજુ કરેલ હતા અને આરોપીને જામીન ઉપર છોડવા રજુઆતો કરેલ હતી.
ઉપરોકત રજુઆતો આરોપીની શારીરિક સ્થિતિ તથા કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઈ હાઈકોર્ટે આરોપીને જામીન ઉપર છોડવા હુકમ ફરમાવેલો છે અને આરોપીને પૈસા ભરવા માટે બે અઠવાડીયાનો સમય પણ આપેલ છે. આ કામમાં બચાવપક્ષે એડવોકેટ વિરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, વિજયસિંહ જાડેજા, મીલન જોષી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.