અરુણ હવે કચ્છના નલિયામાં સત્તાવાર રીતે સન્યાસ ધારણ કરશે
કચ્છમાં ૨૦૦૧ની સાલમાં ૨૬ જાન્યુઆરીની સવારે યેલા ભીષણ ભૂકંપની યાદ આવતાં આજે પણ રુંવાડાં ઊભાં ઈ જાય છે, પરંતુ ઘટના એવી બની છે કે, કચ્છમાં અબડાસા તાલુકાના મુખ્ય મક નલિયાના રહેવાસી ભાણજી મીઠુભાઈ સોલંકીનો પુત્ર એ ભૂકંપ વખતે ગુમ યો હતો તે ૧૭ વર્ષે છેક હરિયાણાની સાધુ મંડળીમાંી મળી આવ્યો છે.
છેલ્લું ઘટના ચક્ર એવું હોવાનું તેના પારીવારિક સૂત્રોમાંી જાણવા મળે છે કે, પુત્ર ગુમ યા પછી સતત તેના પિતા ભાણજી તેની શોધમાં ફરતા હતા. તેમને અવારનવાર એવા સમાચાર મળતા કે હરિયાણાના સાધુ સમુદાય સો ફલાણી જગ્યાએ છે, પરંતુ ભાણજી ત્યાં પહોંચે ત્યાં સુધી સાધુઓ વિહાર કરી ચૂક્યા હોય.
આખરે એ સાધુઓ હાલમાં કચ્છની યાત્રાએ આવ્યા ત્યારે ફરી ભાણજીભાઈને ફોન આવ્યો કે આ સાધુમંડળી સો તમારો ભૂકંપ વખતે ગુમ યેલો પુત્ર છે. આખરે ભુજ નજીકના સુખપર ગામે એ સાધુઓનો પડાવ હતો ત્યાં ભાણજીભાઈ પહોંચતા પિતા-પુત્ર બંને એકબીજાને ઓળખી ગયા હતા. ભૂકંપમાં સોલંકી પરિવારના ૧૭ જણનાં મૃત્યુ યાં હતાં, જ્યારે ભાણજીભાઈના પુત્ર અરુણનો કોઈ પત્તો લાગ્યો નહોતો. કિશોર વયના અરુણના ના તો મૃત્યુના પુરાવા હા લાગ્યા કે ના તેના કોઈ સગડ મળ્યા. અચાનક ૧૭ વર્ષ પછી પિતા ભાણજીભાઈને સાધુવેશમાં તે મળી આવતાં માત્ર સોલંકી પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજપૂત સમાજમાં આ ચમત્કારી ખુશીનું મોજું ફરી વળ્યું છે. અરુણ હવે સત્તાવાર રીતે કચ્છમાં નલિયામાં જ સંન્યાસ ધારણ કરવા જઈ રહ્યો છે. તેનો સન્યાસોત્સવ સમાજ દ્વારા તા. ૨૫ એપ્રિલી ૨૭ એપ્રિલ સુધી ધામધૂમી ઉજવવામાં આવશે.