ઢાંકણા વિનાની ડસ્ટબીનના કારણે વધ્યો મચ્છરનો ત્રાસ: હવે ઢાંકણાવાળી ડસ્ટબીન અપાશે
ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્રિત કરવા માટે મહાપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રામાણિક કરદાતાઓને ગ્રીન અને બ્લુ એમ અલગ-અલગ પ્રકારની બે ડસ્ટબીન વિનામૂલ્યે આપવામાં આવે છે. શહેરમાં ૧૭ હજારથી વધુ કરદાતાઓને મહાપાલિકાએ ઢાંકણા વિનાની ડસ્ટબીન ધાબડી દેતા હવે ઘરોમાં પણ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાની વાત સામે આવતા ઢાંકણાવાળી ડસ્ટબીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ભીના અને સુકા કચરાના અલગ-અલગ એકિત્રતકરણ માટે મહાપાલિકા દ્વારા છેલ્લા ૩ વર્ષથી જે લોકોએ નિયમિત વેરાવળતર યોજનાનો લાભ લીધો છે તેવા લોકોને વિનામૂલ્યે ગ્રીન અને બ્લુ ડસ્ટબીન આપવામાં આવે છે. ઢાંકણા વિનાની ડસ્ટબીન મહાપાલિકાને ઢાંકણાવાળી ડસ્ટબીન છે. હાલ શહેરમાં ૧૭ હજાર ડસ્ટબીનનું વિતરણ કરી દેવામાં આવ્યું છે અને આ લક્ષ્યાંક ૮૦ હજારનો છે. ઢાંકણા વિનાની ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હોવાના કારણે ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.હવેથી મહાપાલિકા દ્વારા ઢાંકણાવાળી ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થાય અને આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે જ મહાપાલિકાએ ૧૬ સપ્લાય હોવા છતાં ઉતાવળે ડસ્ટબીન વિતરણ શ‚ કરાવી દીધું હતું. હાલ પ્રામાણિક કરદાતાઓને વિનામૂલ્યે ડસ્ટબીન લેવા માટે અનેક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં જે લોકોને ઢાંકણા વિનાની ડસ્ટબીન મળી છે તે લોકો પણ મચ્છરોના ત્રાસથી તોબા પોકારી ગયા છે અને ગાંઠના પૈસા નવી ડસ્ટબીન વસાવી રહ્યા છે.