ગુજરાત પ્રદૂષણ, ઝૂંપડપટ્ટી, ગીચતા અને ગંદકીમાં જ નંબર ૧: કોંગી ધારાસભ્ય.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ કર્યો હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, પરંતુ આરોગ્ય ક્ષેત્રે હજુ જોઈએ તેવો વિકાસ થયો નથી. રાજયમાં સરેરાશ ૧૭ હજાર નાગરિકોએ માત્ર એક ડોકટર છે. તેમ કોંગ્રેસના મહિલા આગેવાન તેજક્ષીબેન પટેલે જણાવ્યું હતું. ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે અનેક બાબતોમાં ગુજરાત નંબર-૧ના દાવાઓ કરાય છે પરંતુ ગુજરાત પ્રદૂષણમાં નં.૧, ઝૂંપડપટ્ટીમાં નં.૧ છે, ગંદકીમાં નં.૧ છે અને ગીચતામાં નં.૧ થવા હરિફાઈ કરતું હોય તેવું લાગે છે.
હવા, પાણી, જમીન અને જંગલો આપણા કુદરતી સ્ત્રોતો અને કુદરતી મિલકતો છે તેને કોઈ પણ ભોગે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ત્યારે વિકાસ મોડેલના દાવાઓવાળું ગુજરાત પ્રદૂષણમાં નંબર ૧ ઉપર પહોંચાવા માટે હરીફાઈ કરતું હોઈ તેવું લાગે છે. અમદાવાદના પિરાણા ડંપીંગ સાઈટ પર કચરાનાં ઊંચા ઢગ ખઢકાયા છે તેની ઊંચાઈ નિયમોની વિરુદ્ધની છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં દર ૧૭,૦૦૦ નાગરીકોએ એક જ ડોકટર છે, દેશમાં ગુજરાત ૩૦માં ક્રમે છે ત્યારે ડોકટર વગરનું માંદુ ગુજરાત છે ત્યારે મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન પ્રમાણે મેડિકલની પરીક્ષા લેવાતી હોય છે અને તે માટેના સીલેબસ પણ આખા દેશમાં સરખા જ હોય છે ત્યારે એમબીબીએસ એટલે કે મેડિકલ પરીક્ષા પાસ થયા પછી નેશનલ એકઝીટ ટેસ્ટ લેવાની કયાં જરૂર છે?