વિશિષ્ટ અને પસંશનીય ફરજ બદલ કરાયું સન્માન: 15 ઓગસ્ટના ધ્વજ વંદન કાર્યક્રમમાં સન્માનિત કરાશે
રાજયના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વિશિષ્ટ સેવાના કદરરૂપે સ્વતંત્ર પર્વ નિમિતે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે નોમિનેટ કરવામાં આવતા પોલીસ બેડામાં સ્વતંત્ર પર્વની ખુશી બેવડાય છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તમામ વર્ગના પોલીસ અધિકારીઓને વિશિષ્ટ અને પસંશનીય ફરજ બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.
જેમાં રાજકોટ ગ્રામ્યના એએસઆઇ સહિત 19 નોમિનેટ કરાયા છે.પંચમહાલ-ગોધરાના પોલીસ અધિક્ષક એચ.એ.રાઠોડ, ગાંધીનગર આઇબીના પોલીસ મહાનિર્દેશક પી.એલ.પરમારને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. પસંશનીય સેવા બદલ સીઆઇડી આઇબીના પોલીસ મહાનિરિક્ષક વાબાંગ જામીર, એસઆરપી ગૃપ 10 (વાલીયા)ના નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ.પટેલ, એસઆરપી ગૃપ 13 (ઘંટેશ્ર્વર-રાજકોટ) નાયબ પોલીસ અધિક્ષક એ.એન.બારડ, એસ.આર.પી. ગૃપ 11 (વાવ-સુરત) ડીવાય.એસ.પી. એ.એન. પટેલ, ગાંધીનગર સીએમ સિક્યુરીટીના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.ગોહિલ, એસ.આર.પી. ગૃપ 2 (અમદાવાદ) નાયબ પોલીસ અધિક્ષક એચ.વી.ચૌધરી, ચેતક કમાન્ડો ફોર્સના ડીવાય.એસ.પી. બી.કે.ગુંદાણી, બનાસકાંઠાના ડીવાય.એસ.પી. પી.એચ.ચૌધરી, ગાંધીનગર એમ.ટી.ના પી.આઇ. જે.એફ.ગૌસ્વામી, ગોધરાના એએસઆઇ રાજેન્દ્રસિંહ સિસોદીયા, અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના હેડ કોન્સ્ટેલ રમેશચંદ્ર વાઘેલા, જગદીશભાઇ દવે, મનિષકુમાર પટેલ, સુરત પોલીસ કમિશનર કચેરીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર પટેલ, એટીએસના પીએસઆઇ પી.એ. વણઝર, રાજકોટ ગ્રામ્યના એએસઆઇ મહંમદરફકી હબીબ ચૌહાણ અને ગાંધીનગર આઈબી ના એએસઆઇ એન.કે. ગોંડલીયાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઇ છે.