યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ અને ઢેબર રોડ પર બાકીદારોની મિલકતને લાગ્યા તાળા
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા શરૂ કરવામાં આવેલી હાર્ડ રીકવરી અંતર્ગત ૧૭ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે ૩૩ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. યાજ્ઞિક રોડ કુબેર કોમ્પ્લેક્ષમાં ૯ મિલકત, સરદારનગર મેઈન રોડ પર આશિષ કોમ્પ્લેક્ષમાં ૧ મિલકત, ઢેબર રોડ પર રોયલ કોમ્પ્લેક્ષમા, વીવી કોમ્પલેક્ષ, શિવાની કોમ્પલેક્ષમાં ૩ મિલકતો સીલ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાં કુલ ૧૭ મિલકત સીલ કરાઈ છે. જયારે ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮માં ૩૩ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.