જામનગર શહેરમાં મેઘરાજાએ હેત વરસાતા અત્યાર સુધીમાં સિઝનનો 150 ટકા નોંધાયો
જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસ થી અવિરત મેઘ સવારી ચાલુ રહેવા પામી છે. આજે પણ છેલ્લા 24 કલાક દરમિયાન તમાં તાલુકા માં ઝાપટા થી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ લાલપુર માં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી જતા લાલપુર પંથક મા સ્થળ ત્યાં જળ ની સ્થિતિ જોવા મળી હતી . ઉપરવાસ મા થયેલા સારા વરસાદ નાં કારણે રંગમતી ડેમ નાં દરવાજા ખોલવા મા આવ્યા હોવા થી દરેડ ગામ નું ખોડીયાર મંદિર પાણી મા ગરકાવ થયું હતું.હાલ જિલ્લા મા 25 માંથી 17 ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે.તો સાત ડેમ નાં દરવાજા ખોલવા મા આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા નાં ગ્રામ્ય વિસ્તાર મા ગઇકાલે સારો વરસાદ થયો હોવા નાં વાવડ છે.
જામનગર શહેર જિલ્લામાં છેલ્લા ચારેક દિવસે અવિરત મેઘ સવારી ચાલુ રહેવા પામી છે .અને સહિત તથા તાલુકા, જિલ્લા મા સતત ક્યારેક ધીમો તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 70 મી.મી., જોડીયા માં 36 મી.મી., ધ્રોલ માં 23 મી.મી, કાલાવડ માં 36 મી.મી, લાલપુર માં 87 મી.મી., અને જામજોધપુરમાં સાત મી .મી.વરસાદ થયો છે.
જામનગર શહેર માં ગત સાંજે અને રાત્રિ દરમિયાન દોઢ ઇંચ તથા આજે દિવસ દરમિયાન દોઢ ઇંચ મળી કુલ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા શહેર નાં અનેક નીચાણ વાળા વિસ્તાર માં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત ગઇકાલે શનિવારે દિવસ દરમ્યાન ગ્રામ્ય વિસ્તાર મા પણ સારા વરસાદ નાં વાવડ છે.જેમ વસઈ માં 39 મી.મી., લાખાબાવળમાં 37 મી.મી., મોટી બાણુંગારમાં 50 મી.મી., ફલ્લામાં 42, જામવણંથલી 45, મોટી ભલસાણ 62 , અલિયાબાડા 54, દરેડ 55 , હડિયાણા 60, બાલંભા 9પ, પીઠડ 4પ, લતીપુર 40, જાલિયા દેવાણી પ, લૈયારા 52, નિકાવા 70, ખરેડી 60, મોટા વડાળા 94, ભલસાણ બેરાજા 40, નવાગામ પ
80, મોટા પાંચ દેવડા 83, સમાણા 17, શેઠવડાળા 15, જામવાડી 1ર, વાંસજાળિયા 13, ધુનડા 14, ધ્રાફા 5, પરડવા 3પ, પીપરટોડા 1ર, પડાણા 16, ભણગોર 14, મોટા ખડબા 22, મોડપર 62 અને હરિપરમાં 90 મી.મી. વરસાદ નોંધાયો છે. હજુ પણ હાલારમાં વરસાદી માહોલ જળવાયો છે.
શહેર જિલ્લા માં સતત વરસેલી મેઘ સવારીને કારણે હાલ 25 માંથી 17 ડેમ સો ટકા ભરાઈ ગયા છે જ્યારે સાત ડેમ નાં દરવાજા ખોલવા મા આવ્યા છે.અને તેમાં થી પાણી છોડવા મા આવી રહ્યું છે.જેમાં રંગમતી, કંકાવટી , ઉંડ -1, આજી – 4, ઊંડ-3, ફુલઝર અને ઉમિયા સાગર ડેમ નો સમાવેશ થાય છે. રંગમતી ડેમ ના પાટિયા ખોલવામાં આવતા જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દરેડ પાસેનું ખોડીયાર મંદિર સંપૂર્ણપણે પાણીમાં કરતા થઈ ગયો હતું. હજુ પણ વરસાદી માહોલ જળવાયો હોય વરસાદની શક્યતા છે. જામનગરમાં ચાલુ મૌસમ દરમિયાન ભરપૂર વરસાદ થયો છે પરિણામે જામનગરમાં મોસમનો કુલ 150 ટકા, ધ્રોલમાં 109 ટકા અને કાલાવડમાં 105 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. જ્યારે જોડીયામાં 93 ટકા, જામજોધપુર 79 ટકા અને લાલપુરમાં 76 ટકા વરસાદ વરસી ચૂક્યો.છે.
દરેડનું ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ
મંદિર પરિસરની ફરતે પાણી ફરી વળતાં મંદિરના માત્ર ગુંબજ દેખાયા
જામનગર ના દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર, કે જ્યાં આજે પૂરના પાણી ફરી વળ્યા હતા, અને ત્રીજી વખત મંદિર પાણીમાં ડૂબ્યું છે. આ વખતે પૂરના પાણી નો પ્રવાહ એટલો હતો, કે સંપૂર્ણ મંદિર પાણીમાં ગરકાવ થયું હતું, અને માત્ર મંદિરના ગુંબજ દેખાયા હતા. જામનગર નજીક દરેડમાં આવેલું ખોડીયાર માતાજીનું મંદિર, કે જ્યાં વરસાદી પાણીનો જલ ભરાવ થયો હતો, અને મંદિર પાણીમાં ગરકાવ થયું હતું, જે ચાલુ સિઝનમાં આજે ત્રીજી વખત વરસાદી પાણીના કારણે મંદિર પાણીમાં ગારદ થયું છે. રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો હોવાથી, તેમજ રંગમતી ડેમ પણ છલકાયો હોવાથી ડેમના પાટીયા ખોલીને મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણીનો જથ્થો દરેડની નદીમાં આવી પહોંચ્યો હોવાથી રંગમતી- નાગમતી નદી બે કાંઠે થઈ હતી, અને દરેડનું ખોડીયાર મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગારદ થયું હતું. માત્ર મંદિરના ગુંબજ દેખાવાના બાકી રહ્યા હતા.
કેબિનેટ મંત્રી રાધવજી પટેલે ઊંડ નદીના નવા નીરના વધામણા કર્યા
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલી ઊંડ નદીમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. કૃષિમંત્રી અને અન્ય અગ્રણીઓ દ્વારા ઊંડ નદીમાં શ્રી ફળ અને ગુલાબના પુષ્પો પધરાવીને નવા જળનું પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં ઊંડ નદી એ પેયજળનો મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાય છે. હાલમાં, ભારે વરસાદને પગલે જિલ્લામાં મહત્વપૂર્ણ તમામ નદીઓ અને ડેમમાં પાણીનો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે.
ગુરુદ્વારાની કેનાલમાં ફસાયેલી ગાય અને એક વાછરડીને બહાર કઢાઈ
જામનગર શહેરમાં રવિવારે ચાલુ વરસાદ દરમિયાન સાધના કોલોનીની કેનાલમાં એક ગાય ખાબકી હતી, જ્યારે ગુરુદ્વારા પાસેની કેનાલમાં એક વાછરડી પડી ગઈ હતી. જે બંનેને સહી સલામત રીતે બહાર કાઢી લેવાઇ છે. જામનગરમાં સાધના કોલોની વિસ્તાર માં થી પસાર થતી તળાવ સુધીની કેનાલમાં રવિવારે સાંજે એક ગાય પડી ગઈ હતી. જે અંગેની જાણકારી મળતાં આસપાસના રહેવાસીઓએ એકત્ર થઈને દોરડા વગેરેની મદદથી ગાયને સહી સલામત રીતે બહાર કાઢીને બચાવી લીધી હતી.
દરેડમાં પુરના પાણીમાં ફસાયેલા બે વ્યક્તિને ફાયર બ્રિગેડે કર્યું રેસ્કયુ
જામનગરમાં દરેડની નદીના સામે કાંઠે 11 વર્ષનો બાળક અને 60 વર્ષ ના બુઝુર્ગ ફસાયા હતા. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડીએ બંનેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા છે. જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા રાણાભાઇ ખીમાભાઈ નામના 60 વર્ષના બુઝુર્ગ તેમજ રાજકરણ કમાભાઈ રવસી નામનો 11 વર્ષનો બાળક કે જે બંને નદી ના સામા કાંઠે ફસાઈ ગયા હતા, અને આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. જે અંગેની જાણકારી મળતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી રેસ્ક્યુબોટ તથા અન્ય સામગ્રી સાથે દરેડ વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને બંનેને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા. જેથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.