ઓનલાઈન પેમેન્ટ ચૂકવી દીધા છતાં રેજીન મટીરીયલ્સ નહિ મોકલતા અંતે બે સામે ગુન્હો નોંધાયો
ટંકારાના વેપારી સાથે રેજીન મટીરીયલ્સ મોકલવાના બહાને ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં વેપારીએ ઓનલાઈન પેમેન્ટ 17 લાખ ચૂકવી દીધા છતાં રેજીન મટીરીયલ્સ નહિ મોકલતા અંતે બે શખ્સો સામે ઠગાઈનો ગુન્હો નોંધાયો છે.
ટંકારા પો.સ્ટે.માં ફરીયાદી ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજા ઉ.વ-39 ધંધો- વેપાર રહે- લક્ષ્મીનારાયણ સો.સા ટંકારા તા ટંકારા જી મોરબીવાળાએ આરોપીઓ બીશનકુમાર ભોલુભાઈ ચંદેર, રાકેશકુમાર તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવેલ કે, ગત તા.12/04/2022 ના રોજ ટંકારા અમરાપર રોડ ફરીયાદીને આરોપીઓએ ફોન ઉપર પોતાની સુર્યજીત ઇંન્ડીયા વિનાયલ એલ.એલ.પી. નામના કારખાનાના ધંધા અર્થે વાતચીત કરી ઉપરોક્ત બન્ને આરોપીઓએ ફરીયાદીનો વિશ્વાસ કેળવી ફરીયાદીને પી.વી.સી.રેજીનના પીવીસી રેજીન મટીરીયલ્સ બાબતે રૂ 17 લાખનુ ઓનલાઈન એડવાન્સ પેમેટ કરાવી લઈ ફરીયાદીને પીવીસી રેજીન મટીરીયલ્સ નહી પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી ઠગાઈ કરી હતી.
ગુનો મોડો દાખલ થવાનુ કારણ એવુ છે કે ફરિયાદી જાતે આ આઇઓનેક્સ પ્લાસ્ટના જવાબદાર વ્યક્તિ બીશનકુમાર ભોલુભાઈ ચંદેર તથા તેની કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ રાકેશકુમાર સાથે પીવીસી રેજીન મટીરીયલ્સ બાબતે પુછપરછ કરતા તેઓ ફરિયાદીને પીવીસી રેજીન મટીરીયલ્સ મોકલવાનો વિશ્વાસ આપતા હોય જે આજદિન સુધી નહી આપતા કંપનીના સરનામે તપાસ છેતરપીંડી થયેલનુ ફરિયાદીને જણાતા ફરિયાદીના પાર્ટનરો સાથે ચર્ચા કરી ટંકારા પોલીસ સ્ટેશન ફરીયાદ કરી હતી.