ઘનશ્યામનગરમાં કારખાનામાં, ખોખડદડ વાડીમાંથી અને જંગલેશ્વરમાં પોલીસના દરોડામાં રૂ.૧ લાખનો મુદામાલ કબ્જે
શહેરના નવનિયુકત પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા જાળવવા કરેલા આદેશના પગલે ત્રણ ધમધમતા જુગાર ધામ પોલીસે ત્રાટકી દરોડા પાડયા જેમાં જંગલેશ્વરમાં ઘનશ્યામ વિસ્તારના કારખાનામાં અને ખોખડદડ ગામે જુગાર રમતા સાત શખ્સો મળી ૧૭ શખ્સોની ધરપકડ કરી રૂ ૧ લાખ નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જંગલેશ્વર મેઇન રોડ પર રમતા બાબુ રામજી ઝંઝવાડીયાના જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડા પાડી જુગાર રમતા બાબુ ઝંઝવાડીયા, શૈલેષ વનમાળીભાઇ પલાણ, સબ્બીર ગની સોરઠીયા, અને સીદીક ઉમર પઠાણની ધરપકડ કરી જુગાર પટમાંથી રૂ ૧૦૩૨૫ રોકડ કબ્જે કર્યા હતા.
જયારે કોઠારીયા મેઇન રોડ નજીક આવેલા ઘનશ્યામનગરે શેરી નં.૮ માં આવેલા ખોડીયાર બફ સેન્ટર નામના કારખાનામાં જુગાર રમાતો હોવાની પી.એ.એસ.આઇ. પી.એમ.ધાખડાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા કારખાનાના માલીક સંજય બટુક મકવાણા, રમેશ બાબુ મકવાણા, પ્રકાશ લાલજી ઉતેડીયા, રાજુ લાલજી ઉતેડીયા, વિનોદ ઉર્ફે અશોશ જેન્તી મકવાણા અને ભરત બટુક દાણીધારીયા સહીતની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ ૧૬ હજારની મુદામાલ કબ્જે કર્યો હતો.
ઉપરાંત રાજકોટ તાલુકાના ખોખડદડ ગામે રહેતા રમેશ ખુંટની વાડી જુગાર રમતા જીતેન્દ્ર ખોડા ડોબારીયા હરસુખ હરદાસ પટેલ, શૈલેષ બાવન ઝાલાવડીયા, રાજુ રુપા કોળી શૈલેષ જેરામ કોળી અને ઉમેશ બાવનજી પટેલની ધરપકડ કરી રૂ ૭૩ હજાર રોકડા કબ્જે કરી નાશી છુટેલા વાડી માલીક રમેશ ખુંટની શોધખોળ આદરી છે.