ખેત પેદાશોના વેચાણ માટે નવા બજારો ઉભા કરાશે: વર્ષ ૨૦૨૦ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક

સરકારે આ બજેટમાં આર્થિક વિકાસ, કૃષિ અને કેરીંગ સમાજ પર વધુ ઘ્યાન આપ્યું છે. સરકારે ખેડૂતો માટે ૧૬ સૂત્રની નવી ફોર્મ્યુલાનું એલાન કર્યુ છે. જેનાથી ખેડુતોને ફાયદો થશે. કેન્દ્ર સરકાર રાજય સરકાર પાસે મોડર્ન એગ્રીકલ્ચર લેન્ડ એકટ લાગુ કરાવશે.

ખેડુતોની આવક બમણી કરવા માટે સરકારે યોજનાનો પટારો ખોલી નાખયો છ. સરકારે ૬.૧૧ ખેડુતો પર ફોકસ કર્યુ છે. ખેડુતો માટે બજારીકરણ સરળ ઉપજમાં વધારો અને ટ્રાન્સપોટીંગ ફેસીલીટી સરળતાથી મળી રહે તે માટે ૧૬ એકશન પોઇન્ટ તૈયાર કરાયા છે.

  1. ૧.એગ્રીકલ્ચર લેન્ડ લિઝીંગ એકટ ૨૦૧૬, પ્રોડયુસ લાઈફ સ્ટોક ૨૦૧૭, સર્વિસીઝ કેસિલીટેશન ૨૦૧૮ રાજ્ય સરકાર દ્વારા લાગુ થાય એ દિશામાં કાયદા ઘડવામાં આવશે.
  2. ૨.પાણીની આવશ્યકતા પારખીને દેશના કુલ૧૦૦જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા સુલભ કરાવવામાં આવશે.
  3. ૩.પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેતીમાં વપરાતા પમ્પને સોલર પમ્પ સાથે જોડવામાં આવશે.આ યોજનામાં૨૦લાખ ખેડૂતોને ફાયદો થશે.આ ઉપરાંત૧૫લાખ ખેડૂતોના ગ્રિડ પમ્પને પણ સોલાર એનર્જી સાથે જોડવામાં આવશે.
  4. ૪. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવાનું લક્ષ્યાંક છે.આ અંગે સેન્દ્રિય અને કુદરતી ખાતરના વપરાશને ઉત્તેજન મળે એવા પગલાં લેવામાં આવશે.
  5. ૫.વેયરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ હસ્તક લેવામાં આવશે અને તેને નવેસરથી વિકસિત કરવામાં આવશે.
  6. ૬.પીપીપી મોડેલથી દેશમાં નવા વેયરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે.
  7. ૭.મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવશે.જેમાં બીજ સાથે સંબંધિત યોજનાઓમાં મહિલા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  8. ૮.દૂધ,માંસ,મચ્છી જેવી જલ્દી ખરાબ થઈ જતી ચીજ-વસ્તુ માટે એરકન્ડિશન્ડ કિસાન રેલ કોચ શરૂ કરવામાં આવશે.
  9. ૯.કૃષિ ઊડાન યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે નવા બજારોની શક્યતા ઊભી કરવામાં આવશે.
  10. ૧૦.ખેડૂતોને જિલ્લા સ્તરે યોજનાઓનો લાભ મળશે.હાલમાં૩૧૧મિલિયન મેટ્રિક ટન જેટલું બાગાયતી ઉત્પાદન છે.પ્રત્યેક જિલ્લાનું ઓછામાં ઓછું એક ઉત્પાદન નિકાસ થાય એવી યોજના અમલમાં મૂકાશે.
  11. ૧૧.મધમાખી ઉછેર કેન્દ્રોને પ્રોત્સાહન આપવામાં આવશે.
  12. ૧૨.કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને વર્ષ૨૦૨૧માં ઉત્તેજન આપવામાં આવશે.
  13. ૧૩.૨૦૨૫સુધીમાં દૂધનું ઉત્પાદન૧૦૮મિલિયન મેટ્રિક ટન એટલે કે બમણું કરવાનું લક્ષ્યાંક છે.
  14. ૧૪.મનરેગા અંતર્ગત દૂધાળા ઢોર માટેના ચારાને જોડવામાં આવશે.
  15. ૧૫.બ્લુ ઈકોનોમિ દ્વારા માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે.ફિશ પ્રોસેસિંગ ઝડપી અને અસરકારક બને એ માટે યોજના આપવામાં આવશે.

માછલીઓની પ્રાપ્યતા માટે નવા વિસ્તારો વિકસાવવામાં આવશે.

  1. ૧૬.સાગરમિત્ર યોજના હેઠળ માછીમારોના૫૦૦સંગઠનો બનાવવમાં આવશે.

ખેડૂતોને અપાતી મદદને દીનદયાળ યોજના અંતર્ગત વધારવામાં આવશે.ઝીરો બજેટ કુદરતી ખેતીને મજબૂત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.