રૂ. ૫.૫૧ લાખના મુદામાલ સાથે ૮૮ પત્તાપ્રેમીઓ ઝડપાયા
સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વ નિમિતે જુગારીઓની રમઝટ જામી હતી. તેમાં પોલીસે રંગમાં ભંગ પાડી સૌરાષ્ટ્રના બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જુદા જુદા ૧૭ સ્થળોએ પોલીસે જુગાર રમતા ૮૮ શકુનીઓને રૂ. ૫.૫૧ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદ જીલ્લામાં પોલીસે રાણપુરમાં જુગારનો દરોડો પાડી રૂ. ૪૫૬૦ ના મુદામાલ સાથે ચાર જુગારીઓને ઝડપી પાડયા હતા. જયારે બોટાદ સીટીમાં રૂ. ૩૦૬૦ રોકડ સાથે બે જુગારી અને બરવાળા તાલુકામાં પ પત્તાપ્રેમીને રૂ. ૧૧૧૬૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
દ્વારકા જીલ્લામા પણ પોલીસે જુગાર ધામ પર દરોડા પાડયા હતા. જેમાં ખંભાળીયામાં જુગાર રમતા પ શખ્સોને રૂ. ૨૩૭૨૦ના મુદામાલ સાથે અને દ્વારકામાં ૮ શખ્સોને રૂ. રર૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. ગીર સોમનાથ જીલ્લામાં તાલાલા તાલુકામાંથી રૂ. ૭૪૨૦૦ના મુદામાલ સાથે ૭, સુત્રાપાડામાં રૂ. ૭૬૨૦ રોકડ સાથે ૦૭ અને પ્રભાસ પાટણ તાલુકામાં પોલીસે દરોડા પાડી રૂ. ૪૦૧૨૦ ના મુદામાલ સાથે ૪ જુગારીઓને ઝડપી પાડયા છે.
પોરબંદર જીલ્લામાં કમલાબાગ વિસ્તારમાંથી રૂ. ૧.૦૭ લાખના મુદામાલ સાથે પ શકુનીઓને પોલીસે ઝડપી પાડયા છે જયારે અન્ય સ્થળેથી રૂ. ૨૪૨૩૦ ની રોકડ સાથે વધુ પ જુગારીઓને ઝડપી પાડયા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસે પાણશીખા તાલુકામાં દરોડો પાડી જુગાર રમતા ૮ શકુનીઓએ રૂ. ૧૪૩૨૦ નલ રોકડ સાથે ઝડપી પાડયા છે.
ભાવનગર જીલ્લામાં પણ પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ જુગારના દરોડા પાડયા હતા. જેમાં ઘોઘા રોડ પર બે સ્થળોએ જુગારના દરોડામાં રૂ. ૧૪૭૦૦ રોકડ સાથે ટુ અને રૂ. ૧૩૯૫૦ ની રોકડ સાથે ૪ જુગારીઓને ઝડપી પાડયા છે. વરતેજ તાલુકામાં રૂ. ૧૧૯૦ સાથે પ અને ગંગા જળીયામાં રૂ. ૧૫૯૦ રોકડ સાથે ૪ શકુની ઝડપાયા છે. અમરેલી જીલ્લાના બાબરા તાલુકામાં રૂ. ૧.૦૪ લાખના મુદામાલ સાથે સાત શકુની ઝડપાયા છે. જયારે લાઠીમાં રૂ. ૯૩૫૦૦ ના મુદામાલ સાથે પ શખ્સો જુગાર રમતા ઝડપાયા છે.