રિપીટરોની ૫માં સેમેસ્ટરની પરીક્ષાના પ્રમ દિવસે જ અમરેલીમાં ૬, ખંભાળિયામાં ૬, જૂનાગઢમાં ૨ અને વેરાવળમાં ૩ કોપીકેસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈકાલી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અગાઉ લેવાયેલી પરીક્ષામાં નાપાસ યેલા વિર્દ્યાીઓની પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે. તેમાં પણ પ્રમ દિવસે ૧૭ કોપી કેસ નોંધાયા હોવાનું પરીક્ષા નિયામકે જણાવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા કોર્ષની પાંચમા સેમેસ્ટરની પરીક્ષાનો ગઈકાલી પ્રારંભ યો છે. બી.એ, બી.કોમ. સહિત જુદા જુદા કોર્ષમાં અગાઉ એક કે તેી વધુ વિષયમાં નાપાસ યેલા વિર્દ્યાીઓની ગઈકાલી પરીક્ષા લેવાઈ રહી છે. સૌરાષ્ટ્રની જુદી જુદી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં રીપીટરોની ચાલી રહેલી પરીક્ષામાં ગઈકાલે પ્રમ દિવસે જ ૧૭ કોપી કેસ નોંધાતા વિર્દ્યાીઓએ જાણે ‘હમ નહીં સુધરેગે’નું વલણ અપનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ગઈકાલે બી.એ.સેમ-૫માં અમરેલીમાં ૪, ખંભાળિયામાં ૨ અને વેરાવળમાં ૩ કોપીકેસ નોંધાયા હતા. જયારે બી.કોમ.માં અમરેલીમાં ૨, ખંભાળિયામાં ૪ અને જૂનાગઢમાં ૨ કોપીકેસ સહિત પ્રમ દિવસે કુલ ૧૭ કોપીકેસ નોંધાયા હતા. યુનિ.ની પરીક્ષામાં કોપીકેસનો સીલસીલો હજુ પણ યાવત રહ્યો છે.