કોરોના વાયરસને અટકાવવા જાહેર કરાયેલા લોક ડાઉન-૪ પૂર્ણ થયો છે. તેમ છતાં કોરોનો ચેપ વધુને વધુ પ્રસરી રહ્યો છે. રાજકોટના જંગલેશ્ર્વર સિવાયના વિસ્તાર ગુજીનગર, રાજીવ આવાસ યોજના કવાર્ટર અને કેવલમ રેસિડેન્સીમાં કોરોના પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે શહેરની ભાગોળે આવેલા માધાપર અને કુવાડવા પાસેના માલિયાસણ ખાતેથી કોરોના પોઝિટીવ સાથેના દર્દીઓ મળી આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના જેતપુર, કોટડા સાંગાણી, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, જસદણ, સરધાર અને ખારચીયામાં કોરોના પોઝિટીવ દર્દીઓ સારવારમાં દાખલ થતા તંત્ર દ્વારા ગુજીનગર, રાજીવ આવાસ યોજના કવાર્ટર, કેવલમ રેસિડેન્સી, માધાપર અને માલીયાસણને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
જ્યારે જેતપુરના બે, કોટડા સાંગાણીમાં બે, ધોરાજીમાં ત્રણ, ઉપલેટામાં એક, જામકંડરણાના રાયડી, ગોંડલમાં એક, જસદણાં ચાર, સરધારમાં એક અને ખારચીયાના એક વિસ્તારને ક્ધટેન્ટમેન્ટ જાહેર કરાયા છે.