- બાંગ્લાદેશ પાકિસ્તાનથી પણ વધુ ખતરનાક સાબીત થઈ રહ્યુ છે !!!
- ખ્રિસ્તીઓ નજીકના ગામે ક્રિસમસની ઉજવણી માટે ગયા હતા ત્યારે ઘરોને આગ ચંપનારા 15 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
બાંગ્લાદેશમાં દિવસેને દિવસે લઘુમતી સમુદાયો પર હુમલા વધી રહ્યાં છે. એક સમયે ભારતે જે દેશને સ્વતંત્રતાથી લઇને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરી આજ તે દેશ ભારતીયો પર અત્યાચાર આચરી રહ્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં શેખ હસીના સત્તા પરથી દૂર થાય ત્યારથી લઘુમતીઓ પર અત્યાચાર ચાલુ છે. હિંદુઓ સામે હિંસા જોવા મળી રહી હતી. ત્યારે હવે ખ્રિસ્તી સમુદાયના લોકો સામે પણ હિંસાનો બનાવ બન્યો છે નાતાલની પૂર્વસંધ્યાએ બંદરબનના લામા ઉપજિલ્લાના સરાઈ યુનિયનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના ઓછામાં ઓછા 17 ઘરોને કથિત રીતે આગ લગાડવામાં આવી હતી. નજીકના ગામમાં પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી કરવા ગયેલા રહેવાસીઓ આગની ઘટનાથી ઘરવિહોણા બની ગયા છે.
આ ઘટના બંદરબન જિલ્લાના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટમાં સ્થિત સરાઈ યુનિયનમાં નવા બેટાચરા પરા ગામે બની હતી. ઘટના સમયે અસરગ્રસ્ત ગામ ખાતે કોઈ હાજર નહોતું અને તેનો લાભ લઈને બદમાશોએ ઘરોને આગ ચાંપી દીધી હતી. નાતાલની ઉજવણી કરવા નજીકના ટોંગ્યાજીરી ગામમાં પહોંચ્યા હતા. કારણ કે તેમના ગામમાં કોઈ ચર્ચ ન હતું. હુમલાખોરોએ તેની ગેરહાજરીનો લાભ લીધો અને ઘરોમાં આગ લગાવી દીધી, જેનાથી ગામના 17 ઘરો રાખ થઈ ગયા હતા.
ઘટના અંગે ઢાકા ટ્રિબ્યુન સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ન્યૂ બેટાચારા પારા ગામના લોકોએ કહ્યું કે કટ્ટરપંથીઓ દ્વારા તેમને ગામ ખાલી કરવા માટે પણ ગયા મહિને ધમકી આપવામાં આવી હતી. આના પર ગંગા મણિ ત્રિપુરા નામના વ્યક્તિએ લામા પોલીસ સ્ટેશનમાં 15 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે ફરિયાદ અંગે કોઈ સામે કાર્યવાહી કરી ન હતી.
આ ફરિયાદમાં છ પ્રતિસ્પર્ધી ખ્રિસ્તી સમુદાયના સભ્યો અને એક બંગાળી મુસ્લિમને આગ લગાવવા માટે જવાબદાર ઠેરવ્યા છે. સરકારે જણાવ્યું હતું કે પોલીસને “હુમલા પાછળના હેતુને વહેલામાં વહેલી તકે શોધી કાઢવા” નિર્દેશ આપવામાં આવ્યો હતો. ગામના રહેવાસીઓ, પેઢીઓથી ’ખ્રિસ્તી ત્રિપુરા’ સમુદાયમાં રહે છે, તેમને તેમના મકાનો ફરીથી બાંધવા માટે સહાય આપવામાં આવી હતી. ખોરાક અને રાહત સામગ્રી આપવામાં આવી હતી.તેમજ પોલીસે સુરક્ષા વધારી દીધી છે.