- વેપારીને વિશ્વાસમાં લઈ 8777 કિલો મરચા મંગાવી વાપીમાં બારોબાર માલ ભરાવી મુંબઈ મોકલી દઈ પૈસા ન ચૂકવ્યા
ગોંડલમાં કૃષિધન ટ્રેડિંગ કંપનીના મરચાના વેપારી પાસે મુંબઈના ત્રણ શખ્શોએ 8777 કિલ્લો મરચા મંગાવી 5777 કિલો મરચા આઇસર ટ્રકમાં ભરાવી અને 3 હજાર કિલ્લો મરચા ગોડાઉન ખાતે ઉતરાવી બાદમાં વેપારીને પૈસા આપવાના બહાને વલસાડ ખાતે લઇ જઇ બાદમાં વેપારીને પાણી લેવાનું બહાનું દઈ બાઈક અંધારામાં અલોપ થઈ જઈ પૈસા નહિ ચૂકવી રૂ.17.89 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કોટડા સાંગાણી તાલુકા ચાંપાબેડા ગામે રહેતા અને ગોંડલ માર્કેયાર્ડમાં કૃષીધન ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં ભાગીદારીથી ધંધો કરતા મસાલા વેપારી રમેશભાઈ છગનભાઈ વેકરીયા એ મુંબઈના વિપુલ લાલજી ભાનુશાલી,ગોવિંદ ભાઈ ગજરા અને જયેશ ભાનુશાલીએ વિશ્વાસમાં લઈ રૂ.17.89 લાખની છેતરીંપીંડી કર્યાની ફરિયાદ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે નોંધી છે.
મસાલાના વેપારી રમેશભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ કૃષિધન ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં અન્ય ત્રણ ભાગીદાર સાથે મળી ધંધો કરે છે.ગત તા 19 ના રોજ ભાગીદાર બળવંતસિંહ ને આરોપી વિપુલ ભાનુશાલીએ ફોન કરી ત્રીસેક ટન મરચા લેવા હોવાની વાત કરી હતી જેનું પેમેન્ટ રોકડાં ચૂકવવાનું કહેતા આરોપી વિપુલએ પોતે માલ મળતા જ રોકડાના બદલે ચેકથી પેમેન્ટ કરી આપવાનું કહ્યું હતું. મસાલાના વેપારી અને ભાગીદારોએ વિશ્વાસમાં આવી ગત તા 29 ના રોજ વિપુલના કહિયા મુજબ મરચા માલ લઈને તેમની બે પેઢી ગુરૂદેવ ટ્રેડીંગમાં રૂ.11,77,891 કિંમતના ે સુકા મરચા તથા વાપીમાં આવેલી મહાદેવ ટ્રેડીંગ કંપનીમાં રૂા 6,11,606 કિંમતના સુકા મરચા મળી કુલ મરચા રૂ.17,89,494 કિંમતના જેની કુલ રકમ /- થાય જે અમે ગોંડલની એક લોકલ ગાડી કે જેના રજી. નં -જી.જે.03-ઇણ-7552 વાળી ભરી સાંજના આશરે સાતેક વાગ્યે ગાડી સાથે જવા નીકળેલ હતા.જ્યાં વાપીમાં વિપુલના અન્ય ભાગીદાર ગોવિંદ સાથે સંપર્ક થતાં બધો મરચાનો માલ લઈને લેકવ્યુ તળાવ પાસે લઇ ગયેલ અને ત્યા જતા એક ગાડી આઇસર રજી.નં-ૠઉં-15ઢઢ-8011 વાળી ઉભી હતી અને જેમા શ્રીગુરૂદેવ ટ્રેડીંગનો મરચા માલ નાખવાનો હતો. જ્યારે મહાદેવ ટ્રેડીંગ કંપનીનો માલ વાપીના ગોડાઉનમાં ખાલી કરવાનો છે કહેતા આ મહાદેવ ટ્રેડીંગનો માલ સુકા મરચા ગોડાઉનમા ખાલી કરી દીદ્યો હતો.બાદમાં ગોવિંદે વેપારી રમેશભાઈને તમને વાપીના ચાર રસ્તા પાસે બેંકમાં લઈ જઈ પૈસા આપવાનું કહેતા ત્યાં ગયા હતા
પરંતુ અહી મોટું પેમેન્ટ નહિ થાય એમ કહી વલસાડ જઈને બેંકની મુખ્ય બ્રાન્ચથી ચૂકવી દેવાનું કહેતા તે ટ્રેનમાં વલસાડ ગયા હતા બાદમાં ગુરૂદેવ ચેક હોવાનું કહ્યું હતું અને મહાદેવ ટ્રેડિંગના ચેક ઘરે ભૂલી ગયા હોવાનું કહી એ પૈસા આંગળિયાથી ચૂકવી આપવાનું કહી વાપી લઈ ગયા હતા બાદમાં પાણી બોટલ લઈ ગોવિંદે પાણીની બોટલ લઈ આવવાનું કહી બાઇકમાં ફરાર થઈ ગયો હતો.બાદમાં તપાસ કરતા વિપુલ, ગોવિંદ અને જયેશ સામે વાપીમાં ડુંગરા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયની જાણ થતાં મુંબઈના વિપુલ,ગોવિંદ અને જયેશ એમ ત્રણેય શખ્સ સામે રૂ.17.89 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.