ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા લેવાતી પરીક્ષામાં સેકંડરી બોર્ડના 11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે હાયર સેકન્ડરી બોર્ડના 6.11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આ બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં 17,14, 979 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ 10ના 11,03,674 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,34,671 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,76,434 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
રાજ્યમાં કુલ 1548 પરીક્ષા કેન્દ્રો અને 60,337 જેટલા બ્લોક ઉપર પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણમંત્રીની જણાવ્યા પ્રમાણે, ”દરેક પરીક્ષા કેંદ્રોમાં CCTV કેમેરા લગાવાયા છે. સાથે દરેક ક્લાસમાં ટેબલેટ પણ લગાવાશે જેથી પરીક્ષાખંડમાં થતી ગતિવિધિઓ પર નજર રાખી શકાય. આ તમામ ગતિવિધિઓનું મોનિટરિંગ ગાંધીનગરમાં થશે.”
આ ઉપરાંત SSC ની પરીક્ષા 23 માર્ચ સુધી ચાલશે. જ્યારે HSC બોર્ડની પરીક્ષા 28 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને આજે પ્રથમ ભાષાનું પેપર રહેશે. જ્યારે ધોરણ 12 સાયન્સનું પ્રથમ પેપર ફિસિક્સનું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અકાઉન્ટનું પેપર લેવાશે.