રાજકોટની પ્રતિદિન રક્તની જરૂરીયાત લગભગ ૧૫૦થી વધુ યુનિટની છે. રાજકોટમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે ત્યારે રક્તના અભાવે કોઈ મૃત્યુના મુખમાં ન હોમાય, માનવ જીંદગી જોખમમાં ન મુકાય, ખાસ કરીને રક્ત જ જેમનો ખોરાક છે ત્યારે રક્તના અભાવે કોઈ મૃત્યુના અભાવે જીવનદિપ ન બુજાય તે માટે રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓને “દીકરાનું ઘર’ દ્વારા રક્તદાન શિબિર યોજવા માટેની અપીલ કરાઈ હતી. જેના પ્રતિસાદ રૂપે કાઠીયાવાડ પોસ્ટ-શિવ ગ્રુપના યુવા સંચાલકો જયરાસિંહજી રાણા, સંજયભાઈ ઘવા, મયુરસિંહ જાડેજા તેમજ અમીત ભાણવડીયા દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં ૧૬૮ રક્તદાતાઓએ રક્તદાન કરી ઉમદા માનવધર્મ બજાવ્યો હતો. આ શિબિરમાં એકત્ર થયેલ બ્લડ યુનિટ રાજકોટની સિવિલ હોસ્પિટલ તેમજ ફિલ્ડ માર્શલ બ્લડ બેંકને અર્પણ કરાઈ હતી. આ શિબિરને યશસ્વી બનાવવા યોગીરાજસિંહ રાણા, વિજયભાઈ માકડીયા, મનીષભાઈ ભાણવડીયા, ડો.બીરજુ પટેલ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
ટી.એન.રાવલ કોલેજના યુવા સંચાલક ડો.નિદત બારોટ દ્વારા “દીકરાનું ઘરની અપીલને ધ્યાનમાં રાખી કોલેજના ૨૦ સ્ટાફ મિત્રોએ રક્તદાન કરી ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. “દિકરાનું ઘર દ્વારા આગામી સપ્તાહ રક્તદાન સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે ત્યારે કોઈ સ્વૈચ્છીક સંસ્થાઓ કેમ્પ કરવા ઈચ્છતી હોય તો મુકેશ દોશી ૯૮૨૫૦ ૭૭૭૨૫, ઉપેન મોદી ૯૮૨૪૦ ૪૩૧૪૩, સુનીલ વોરા ૯૮૨૫૦ ૧૭૩૨૦ અને નલીન તન્ના ૯૮૨૫૭ ૬૫૦૫૫ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.