Abtak Media Google News

કોઈ પણ સિકયુરિટી વિના સરકારની લોન આપવાની જાહેરાત પણ બેન્કોના દાંડાઈ: કોર્પોરેશને કેમ્પ યોજ્યો

શહેરી ફેરીયાઓ આત્મનિર્ભર બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા શેરી ફેરીયાઓને ઘર આંગણે લાભ મળી રહે તે હેતુસર શેરી ફેરિયાઓના રહેઠાણના સ્થળે વોર્ડ નં-૧ રૈયા ધાર ખાતે આવેલી આંગણવાડી  તથા રૈયા ધાર આવાસ ખાતે શેરી ફેરીયાઓને પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મા નિર્ભર નિધિ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કામગીરીની સફળતા માટે એંયુએલએમ સમાજ સંગઠકો દ્વારા ડોર-ટુ-ડોર ફેરિયાઓનો સંપર્ક કરી યોજનાથી માહિતગાર કરવામાં આવે છે અને સ્થળ પરલોન એપ્લીકેશન માટે ઓન-લાઇન ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ ઘર આંગણે આપવાથી વધુને વધુ શેરી ફેરીયાઓને આ યોજનાનો લાભ મળી શકે.

આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૬૬૫ શેરી ફેરીયાઓને લોન માટે એપ્લીકેશન કરવામાં આવી તથા ૨૯૨ શેરી ફેરિયાઓની લોન બેંક દ્વારા મંજુર કરવામાં આવી. આ યોજના અંતર્ગત જે શેરી ફેરીયાઓને લોન લેવા ઈચ્છુક હોય તેઓ નીચે આપેલ એડ્રેસ પર શેરી ફેરીયા આઈ-કાર્ડ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક તથા આધાર કાર્ડમાં રજીસ્ટર્ડ મોબાઈલ સાથે રૂબરૂ સંપર્ક કરવા શહેરી ફેરિયાઓને અનુરોધ કરવામાં આવે છે.

આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા કોવિડ-૧૯ થી અસરગ્રસ્ત શહેરી ફેરીયાઓની આજીવિકા માટે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી શહેરી ફેરીયાઓને વર્કીંગ કેપિટલ લોન આપવામાં પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મ નિર્ભર નિધિ હેઠળ ૧૦૦% કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના લાગુ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા રાજકોટ શહેરના તથા શહેરે બહારથી ગ્રામ્ય વિસ્તારમાથી ફેરી કરવા આવનાર અને ૨૪ માર્ચ-૨૦૨૦ પહેલા ફેરીની પ્રવૃત્તિ કરતા તમામ શેરી ફેરીયાઓને આ યોજના અંતર્ગત લાભ પ્રદાન કરવામાં આવનાર છે.

આ યોજના હેઠળ શહેરી ફ્રીયાઓને બેંક દ્વારા રૂ.૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવશે. જેમા પ્રતિ માસ રૂ.૯૪૬/-નો લોન હપ્તો ૧૨ માસ ભરવાનો રહેશે અને બેંકને કોઇપણ પ્રકારની સિક્યુરીટી આપવાની રહેતી નથી. તેમજ સમયસર કે વહેલા લોન ભરપાય કરવાથી ૭% વ્યાજ લાભાર્થીના બેંક ખાતામાં ડિબિટી મારફત ત્રીમાસીક જમા કરવામાં આવશે. મુદત પહેલા લોન ભરપાય કરી શકાશે અને ડીઝીટલ પેમેન્ટ કરવાથી લાભાર્થીને ૧,૨૦૦/- કેશબેક મળવા પાત્ર થશે.

આ કામગીરી સરળતાથીથાય તે માટે નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા સહાયક કમિશનરએચ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ મેનેજર બી.એચ.પરમાર, પ્રોજેક્ટ શાખાના સમાજ સંગઠકો, એન.યુ.એલ.એમ. મેનેજરો તથા એન.યુ.એલ.એમ. સમાજ સંગઠકો જહેમત ઉઠાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.