નાના બાળકથી લઈને 70 વર્ષના સિનિયરોએ પણ લીધો ભાગ
બ્રાઈડલ સ્ટુડિયો અને ધ રોયલ ઈવેન્ટ દ્વારા જામનગર શહેરના ટાઉનહોલમાં અનોખો ફેશન શો યોજાયો હતો. જેમાં બાળથી મોટેરાએ ઉત્સાહભેરભાગ લીધશે હતો. આ શોમા સમગ્ર ગુજરાતમાંથી 165 સ્પર્ધકોએ ભાગલીધો હતો. ફેશનશોમાં મહેમાન પદે બોલીવુડ એકટ્રેસ અનુરાધા શર્મા,રીવાબા જાડેજા, મોઠડલઅને એકટર સિલ્ક સકસેના, મીસીસ ઈન્ડિયા કિરણ પંજવાણી અને પ્રિયા શુમરાની સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા સમગ્ર આયોજન હીના ટીલાવત અને રાજભા ઝાલાએ કર્યું હતુ.
ધીયાન કાકનાની અને ધ્યાની કાલરીયા કીડસમાં, ટીન એજ ગ્રુપમાં નમન તથા દિયાશર્મા, મીસ ગુજરાત તરીકે નયના ખીમસુરીયા, વિજેતા જાહેર થયા હતા મીસ્ટર ગુજરાત તરીકે દીપ નવલાની, મીસીસ ગુજરાતનાં ઈશિતા પંડયા, સાથે બેસ્ટ જોડીમાં પીન્ટુ અને પલ વિજેતા થયા હતા. વિવિધ કેટેગરીમાં વિજેતા થયેલાઓને ટ્રોફી શિલ્ડ, સર્ટીફીકેટસ તથા ગોલ્ડ ગીફટ મહેમાનોના હસ્તે આપેલ હતી.
ફેશન શોની સ્પેશિયલ કેટેગરીમાં એક વર્ષના નાના બાળક ધ્વનીત અંહબારીયાએ ભાગ લઈને સૌના દિલ જીત્યા હતા. આ ફેશનશોનું સૌથી વિશેષ આકર્ષણ 71 વર્ષનાં ભદ્રાબેન દવે હતા. જેને વેસ્ટર્ન ટયુન્સ પર રેમ્પ ઓફ કરીને બધશની ચાહના મેળવીને વિજેતા બન્યા હતા. ગરીબ બાળકોની સેવામાં ભદ્રાબેન દવેનું નામ સમગ્ર જામનગરમાં જાણીતુ બન્યું છે. આ ફેશન શામેમાં એક સગર્ભા લેડીએ ભાગ લઈને પણ વિજેતા બન્યા હતા. તેમને સ્પેશિયલ પ્રાઈઝ અપાયું હતુ. જામનગરમાં યોજાયેલ આ ફેશન શો અનેરૂ આકર્ષણ જગાવ્યું હતુ. ઉપસ્થિત તમામ મહેમાનોએ સાથે ટીવી ફિલ્મના કલાકારોએ પણ ભાગ લેનાર તમામને શુભેચ્છા પાઠવી હતી.