રાજયમાં અત્યાર સુધીમાં જરૂરતમંત અરજદારોના બેંક ખાતામાં ડીબીટીથી ૧૪૧૮ કરોડ જમા થયા
વૈશ્વિક મહામારી કોરોનાની સ્થિતિમાંથી નાના વેપારીઓ, કારીગરો, ધંધા-રોજગાર કરનારાઓને ફરીથી ચેતનવંતા કરવા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અન્વયે રૂા.૧૪૧૮ કરોડ રૂપીયા જરૂરીયાતમંદ લાભાર્થીઓને ડીબીટીથી ચૂકવી દેવાયા છે. તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ.
સામાન્ય વર્ગના અને રોજનું કમાઈને રોજ ખાનારા અને નાના ધંધા રોજગારકારો માટે આ સહાય યોજના નાના માણસની મોટી યોજના બની છે. અમે પણ તેમણે ઉમેર્યું હતુ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ ભાઈ પટેલે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંગે ઉપસ્થિત કરેલા ટુંકી મુદતના પ્રશ્ર્નના જવાબમાં ગૃહના નેતા તરીકે સહભાગી થયા હતા. તેમણ કહ્યું કે, માત્ર બે ટકા વાર્ષિક વ્યાજ દરથી લોનની આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના રાજયના ઈતિહાસમાં પ્રથમ યોજના છે.મુખ્યમંત્રીએ જાહેર કરેલું આ પેકેજ આર્થિક પરિસ્થિતિમાં સુધાર સાથે રાજયનાં જનજીવનને અને અર્થતંત્રને પૂન: વેગવંતુ બનાવશે એમ તેમણે ઉમેર્યું હતુ.