વહિવટી સરળતા અને માંગણી ને ઘ્યાન લઇ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યા બદલીના હુકમો
રાજકોટ જીલ્લા પંચાયતના 163 તલાટી કમ મંત્રીની બદલીનો એક સાથે ધાણવો કઢાતાં ઘણાં જરુરીયાત મુજબની માંગણી ઇચ્છતા તલાટી મંત્રીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. તો ઘણા તલાટી કમ મંત્રીઓ કે જેને ગમતી જગ્યાએથી અનુકુળ ના હોય તેવી જગ્યાએ બદલીના ઓર્ડર આપી નિયુકત કરાતાં તેઓ ચિંતામાં ગરકાવ થયાં હતા.
વહીવટી સરળતા અને માંગણી મુજબની બદલીનો ધાણવો કઢાયો હતો. જો કે, છેલ્લા ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ચિમકી બેસી રહેલા તલાટી કમ મંત્રીઓને બદલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જીલ્લાના 11 તાલુકામાંથી 163 જેટલા તલાટી કમ મંત્રીઓને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) એ બદલીના હુકમો જારી કર્યા હતા.
રાજય સરકારના મોટાભાગના વિભાગોમાં છેલ્લા ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતાં કર્મચારીઓની બદલીનો કરવામાં આવી રહી છે. તે અંતર્ગત જિલ્લા પંચાયત રાજકોટ વિસ્તારના 11 તાલુકાઓમાં જુદી જુદી જગ્યાએ છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવી રહેલાં 163 તલાટી કમ મંત્રીઓની બદલી કરવામાં આવી છે.
આ બદલીઓ વહીવટી સરળતા અને અમુક તલાટી કમ મંત્રીઓની બદલીની માંગણીના અનુસંધાને કરાઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજયભરમાં જુદા જુદા વિભાગોમાં બદલીઓનો દોર શરુ થયો છે.
પોતાના વિસ્તારમાં અરજદારોના કામો નહી થતાં હોવાની સરપંચોની રજુઆતો અને પોતાના વતન પાસે નિમણુંક આપવાની માંગણી તથા છેલ્લા 3 વર્ષથી એક જ જગ્યાએ સળંગ નોકરી કરતા તલાટી કમ મંત્રીઓને બદલાયા હોવાની ચર્ચા છે.
રાજકોટ જીલ્લાના 11 તાલુકામાંથી 163 જેટલા તલાટી કમ મંત્રીઓની બદલી કરવામાં આવી છે તેમાં રાજકોટ તાલુકામાં ર8, કોટડા સાંગાણી તાલુકામાં 10, વિંછીયા તાલુકામાં 10, ઉપલેટા તાલુકામાં ર0, લોધીકા તાલુકામાં 11, ગોંડલ તાલુકામાં ર0, પડધરી તાલુકામાં 1ર, જેતપુર તાલુકામાં 11, જસદણ તાલુકામાં 1પ, જામકંડોરણા તાલુકામાં 13, ધોરાજી તાલુકામાં 10, તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા અને માંગણી મુજબની બદલીઓ કરવામાં આવી છે.
આમ, રાજકોટ જિલ્લા પંચાયતના 11 તાલુકાના કુલ 163 તલાટી કમ મંત્રીઓની બદલીનો ધાણવો કાઢવામાં આવ્યો છે.
કયા તાલુકામાં કેટલા તલાટીઓની બદલી
રાજકોટ તાલુકામાં ……. 28
કોટડા સાંગાણી તાલુકામાં 10
વિંછીયા તાલુકામાં …….10
ઉપલેટા તાલુકામાં …….20,
લોધીકા તાલુકામાં …….11,
ગોંડલ તાલુકામાં …….20,
પડધરી તાલુકામાં …….12,
જેતપુર તાલુકામાં …….11,
જસદણ તાલુકામાં …….15,
જામકંડોરણા તાલુકામાં ….13,
ધોરાજી તાલુકામાં …….10,