અબડાસા મોટી પંચતીર્થીનાં કોઠારા તીર્થનું જીર્ણોદ્ધાર કાર્ય પુરજોશમાં ચાલુ છે . વિક્રમ સવંત 1918 માં નિર્માણ પામેલ આ જૈન જિનાલય મોખરાનું સ્થાન ધરાવે છે.
78 ફુટ લાંબુ, 69 ફુટ પહોળું અને 74 ફુટની ઉંચાઇ ધરાવતું કચ્છનું પ્રાચીન શિખરબદ્ધ જિનાલય છે. જે તેની ભવ્યતા – વિશાળતા અને કલાકારીગરીમાં જગ વિખ્યાત છે. મુળનાયક શાંતિનાથ પ્રભુજીનું આ જિનાલય – તેની ઉંચાઇ – કોતરકામ – શિલ્પકામ માટે સુપ્રસિદ્ધ છે.
78 ફૂટ લાંબુ, 69 ફૂટ પહોળુ અને 74 ફૂટની ઉંચાઈ ધરાવતું કચ્છનું પ્રાચીન શિખરબધ્ધ જીનાલય
કચ્છનાં સાભરાઈ ગામનાં સલાટ નથુભાઇ રાઘવજીની દેખરેખ હેઠળ 400 કુશળ કારીગરોના અથાગ પરિશ્રમથી આ જૈન દેરાસરનું નિર્માણ કાર્ય ચાર વર્ષમાં પૂર્ણ થયેલ . શેઠ શીવજી નેણશી , શેઠ વેલજી માલુ તથા શેઠ કેશવજી નાયકે આ ભવ્યાતિભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું.અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા. એ સંઘો – મહાજનઓને દેવદ્રવ્ય સુપનદ્રવ્યમાંથી વિશેષ રકમ ફાળવી આ જીર્ણોદ્ધાર કાર્યમાં સહયોગી બનવા પ્રેરણા આપી છે.
162 વર્ષ પ્રાચીન આ વિશાળ જિનાલયનાં જીર્ણોદ્ધાર કાર્યમાં દેવદ્રવ્યરાશિ ફાળવવા સંઘો તથા મહાજનોને કોઠારા જૈન દેરાસર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે . દાતાઓ તથા સર્વે શ્રાવક – શ્રાવિકાઓને આ કાર્યમાં પ્રોત્સાહન આપવા જણાવાયું છે . છે આ એક ઐતિહાસિક અવસર હોઇ તેમજ પ્રાચીન જિનાલય તિર્થનો જીર્ણોદ્ધાર કાર્ય થતું હોઇ જીર્ણોદ્ધાર કાર્યમાં લક્ષ્મીનો સદુપયોગ કરી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા કોઠારા જૈન દેરાસર અને સાધારણ ફંડ ટ્રસ્ટ કોઠારા દ્વારા સૌને ભાવભરી વિનંતી કરવામાં આવી છે. ઇતિહાસનાં સાક્ષી અને ગૌરવવંતા તીર્થનાં જીર્ણોદ્ધાર કાર્યમાં સહભાગી થવું એ અનેરા પુન્યનું કાર્ય છે . કોઠારા જૈન ભોજનશાળાનું પણ નવનીકરણ ચાલુ છે . અતિથિગૃહનાં છ રૂમોનું નિર્માણ કાર્ય ચાલુ છે. કોઠારા પાંજરાપોળ મધ્યે ગોદામોનું કામ પણ ચાલુ છે. આમ કોઠારા તીર્થ વિકાસ પામી રહ્યું છે. દાતાઓને વિવિધ યોજનાઓનું લાભ લેવા વિનંતી કરાઇ છે. તેવું પ્રબોધ મુનવરે એક યાદીમાં જણાવ્યું હતું