રાજધાની જકાર્તા સહિત આસપાસના વિસ્તારમાં લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા જેને લઇ ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે: ભૂકંપની તીવ્રતા 5.6ની નોંધાઈ હતી
ઈન્ડોનેશિયામાં સોમવારે આવેલા ભૂકંપમાં 162થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજધાની જકાર્તા સહિત આસપાસના વિસ્તારમાં લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા. ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા 5.6 હતી અને કેન્દ્ર જાવાના સિયાંજપુરમાં હતું. મોતન આંકડા વધવાની આશંકા વર્તાઈ રહી છે.
સોશિયલ મીડિયામાં ભૂકંપના કેટલાક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તેમાં તૂટેલી ઈમારતો, કાટમાળ અને ક્ષતિગ્રસ્ત ગાડીઓ દેખાઈ રહી છે. એક અધિકારીએ કહ્યું કે, અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પોતાની ઈમારતોથી બહાર રહે, કારણકે આફ્ટરશોક્સની આશંકા છે. રાજધાની જકાર્તામાં એમ્બ્યુલન્સના અવાજ સતત સંભળાઈ રહ્યા છે.