ધો.૧૨ બાદ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી જેઈઈ મેઈન્સની ઓનલાઈન પરીક્ષાનો આજથી રાજયભરમાં પ્રારંભ થઈ ગયો છે. કોરોના કાળમાં અનેક ચર્ચા અને વિરોધ બાદ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રથમ સેશનમાં લેવાયેલી પરીક્ષા એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. આજે રાજકોટ જિલ્લાનાં ૧૨૦૦ વિદ્યાર્થીઓએ મારવાડી યુનિવર્સિટી ખાતે પ્રથમ દિવસે પરીક્ષા આપી હતી અને હજુ આવતીકાલે બીજા ૧૨૦૦ વિદ્યાર્થીઓએ જેઈઈ-મેઈન્સની પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાનાં ૧૨૦૦ વિદ્યાર્થીઓએ આજે સવારે ૯ થી ૧૨ અને બપોર બાદ ૩ થી ૬ એમ બે સેશનમાં પરીક્ષા આપી હતી. તમામ વિદ્યાર્થીઓનું થર્મલ ગન વડે ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને કોઈપણ જાતની અવગડતા ન પડે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. લગભગ ૪૦ કલાસમાં પ્રથમ સેશનમાં ૬૦૦ અને બીજા સેશનમાં ૬૦૦ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. એક સેશન પુરુ થયા બાદ તમામ કલાસોને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યા હતા.

હજુ જેઈઈ-મેઈન્સની પરીક્ષા ૬ સપ્ટેમ્બર સુધી ચાલશે જોકે રાજકોટ જિલ્લામાં આવતીકાલના રોજ પરીક્ષા પૂર્ણ થઈ જશે ત્યારબાદ ૧૩મી સપ્ટેમ્બરના રોજ મેડિકલમાં પ્રવેશ મેળવવા માટેની નીટની પરીક્ષા લેવામાં આવશે જેમાં રાજકોટ જિલ્લામાં ૩૮ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.

સાવચેતીઓથી સજજ મારવાડી યુનિવર્સિટી: નરેશ જાડેજા (મારવાડી યુનિવર્સિટી – રજીસ્ટ્રાર)

vlcsnap 2020 09 02 13h58m09s734

મારવાડી કોલજેના રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ કહ્યું હતું કે જે.ઇ.ઇ. પરીક્ષા માટેનું સેન્ટર મારવાડી યુનિવર્સિટી ખાતે રાખવામાં આવ્યું જેમાં કુલ ૩૨૦ વિઘાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા સમયના બે કલાક પહેલાથી જ રીપોટીંગ શરૂ કરવામાં આવેલ છે. દરેક વિઘાર્થીઓનું ૧પની બેચ બેઠક વ્યવસ્થા ગોઠવામાં આવી છે. તેઓનું થર્મલ સ્કેનીંગ સાથે સોશિયલ ડીસ્ટન્સીગનું પાલન કરી વિઘાર્થીઓને વર્ગખંડમાં બેસાડવામાં આવી રહ્યા છે. વિઘાર્થીઓને ફરજીયાત માસ્ક અને સેનીટાઇઝર સાથે બેસાડવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.