સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાના પ્રચૂર પૂન્યોદયે સંઘાણી સંપ્રદાયના શાસનદીપક ગૂદેવ નરેન્દ્રમૂનિજી મહારાજ સાહેબના આજ્ઞાનુવતી ચારિત્ર જયેષ્ઠા પ્રવર્તિનીજી પૂ. જયવિજયાજી મહાસતીજીના સુશિષ્યાઓ૨૩ મહાસતીજીઓનો ગઈકાલના રોજ ચાતુર્માસ મંગલ પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ અવસરે ભવ્યાતિભવ્ય સ્વાગત શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું કે આગામી ચાતુર્માસ મોટા સંઘાણી સંપ્રદાયનું ચાતુર્માસનું આયોજન કરવામાં આવેલ છે. અમેનો ભવ્યાતિભવ્ય પ્રવેશ છે. જેની અંદરમાં સમગ્ર રાજકોટમાં શ્રાવક શ્રાવીકાઓ જોડાયેલા છે.
સાથોસાથ નમ્રમુનિ મહારાજ સાહેબને પણ અહીયા પધારવાના છે. અને તેઓનો ઔસ્ગરોનો જાપનો સાતમી કળી છે.તેનું આયોજન પણ મોટા સંઘમાં કરવામાં આવેલ છે. જયવિજય પરિવારના આ સંઘાણી સંપ્રદાયના કિરણબાઈ મહાસતીજીનો પરિવાર એટલે ૨૩ મહાસતીજીઓ અત્રે પધારવાના છે. રાજકોટની અંદર સૌ પ્રથમ વખત આ ૨૩ થાણાનો એક સાથે ચાર્તુમાસ અહીયા સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં આયોજન કરેલ છે. સમગ્ર રાજકોટના શ્રાવક શ્રાવિકાઓનો સાથ અને સહકાર મળેલ છે. અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.