વિજેતા ખેલાડીઓને ચેસ બોર્ડ અને શીલ્ડ આપી સન્માનીત કરાયા: ઓપન કેટેગરીમાં રાજકોટના ૯ વર્ષીય સ્વયંદાસને અઢી હજારનું રોકડ પુરસ્કાર
જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા ગેસ્ફોર્ડ ચેસ કલબ દ્વારા ડાયનેમીક ચેસ એકેડમી તથા વન્ડર ચેસ કલબના સહયોગથી રવિવારે જસાણી વિદ્યામંદિર ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૧૬૦થી વધુ સ્પર્ધકોએ પોતાનું કૌવત બતાવ્યું હતુ સવારે ૧૦ વાગ્યાથી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટનાં કન્વીનર કિશોરસિંહ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે, જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા પ્રથમવાર ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્ડર ૯, અન્ડર ૧૩, અન્ડર ૧૭ તથા ઓપન કેટેગરી એમ ચાર પ્રકારની ચેસ ટુર્નામેન્ટ સ્વીસલીંગ પધ્ધતિથી સ્પર્ધા રમાડવામાં આવી અને વરસાદી વાતાવરણ હોવા છતા પણ ૧૬૦ જેટલા સ્પર્ધકોએ હાજરી આપી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી, ચેસ બોર્ડને શીલ્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ઓપન કેટેગરીમાં રાજકોટનો ૯ વર્ષિય સ્વયંદાષ જે હાલ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને નેશનલ લેવલે ગોલ્ડ મેડાલીસ્ટ પણ છે જેપ્રથમ આવતા તેમને અઢી હજારના રોકડ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યો છે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જેસીઆઈ રાજકોટ સિલ્વરના પ્રમુખ જેસી રાકેશ વલેરા,ઉપપ્રમુખ જેસી રવિ પોપટ, જેસી કેયુર પરમાર, જેસી અતુલભાઈ આહિયા તથા જસાણીના પ્રિન્સીપાલ અસ્મિતા તથા ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઈ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઈ ડોડીયા, દિપકભાઈ જાની, ડાયનેમીક ચેસ એકેડમીના મનીષ પરમાર સહિતનાઓ જહેમત ઉઠાવી હતી.