સ્થાનિક પોલીસે દરોડો પાડી રોકડ, ૧૬ મોબાઈલ, બાઈક મળી રૂ.૧.૮૩ લાખનો મુદ્દામાલ કબજે
લોધીકા તાલુકાના મેટોડા જીઆઈડીસીમાં આવેલા કેરવેલ નામના કારખાનામાં જુગારધામ ધમધમતુ હોવાની એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડી ૧૬ શખ્સોની ધરપકડ કરી રૂ.૧.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ લોધીકા પોલીસ મથકના સ્ટાફે હાથ ધરી છે.
રાજકોટ એલસીબીના પીએસઆઈ એમ.આર.ગોંડલીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મેટોડા જીઆઈડીસી ગેટ નં.૩માં આવેલ કેરવેલ ઉટેન્શીલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં જુગારધામ ધમધમતુ હોવાની પોલીસે મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ગોવિંદ શંકર, દિનેશ રમેશ ઝરીયા, સતીષ ત્રિપાઠી, ગોવિંદ નેપાળી, અફઝલ અલી અંસારી, વિજય ઝરીયા, બ્રિજનંદન લોધી, ઠાકુર લોધી, મુકેશ કુશવાહ, નેભા પરમાર, બળવંત ઝરીયા, બળવંત પટેલ, નિલેશ તેરૈયા, ધર્મેન્દ્ર યાદવ, રાજેશ સોલંકી અને રાજીવ પટેલની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ.૧.૦૫ લાખ, મોબાઈલ અને બાઈક મળી રૂ.૧.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.