મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ કરી પત્રકાર પરિષદમાં જાહેરાત: ૨૪૦૦ હેકટરમાં બનશે નવી જીઆઈડીસી: ૧૫૦૦૦થી વધુ કારખાનાઓ સ્થપાશે અને ૧ લાખથી વધુ લોકોને રોજગારી મળશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં ૯ સહિત ગુજરાતમાં નવી ૧૬ જીઆઈડીસી બનાવવામાં આવશે તેવી જાહેરાત આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ એક પત્રકાર પરિષદમાં કરી હતી. કુલ ૨૪૦૦ હેકટર વિસ્તારમાં નવી જીઆઈડીસી આકાર લેશે જેમાં ૧૫૦૦૦થી વધુ નવા કારખાનાઓ બનશે અને ૧ લાખ લોકોને રોજગારી મળશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગીક વિકાસ તેમજ વાઈબ્રન્ટ ગુજરાત સમીટના પરિણામ સ્વ‚પે ગુજરાતમાં દેશ-વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુડી રોકાણ થઈ રહ્યું છે. મધ્યમ ઉદ્યોગો માટે રાજય સરકાર દ્વારા નવી ૧૬ જગ્યાએ જીઆઈડીસી સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના ૧૪ જિલ્લાના ૧૫ તાલુકામાં અંદાજે ૨૪૬૦ હેકટર જમીન પર કુલ ૧૪૫૪૦ પ્લોટમાં જીઆઈડીસી બનાવવામાં આવશે જેમાં અંદાજે ૧૫૦૦૦ કરોડનું મુડી રોકાણ આવશે અને હજારો લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના દેવગામ, ખીરસરા પાસે ૧૫૦ હેકટરમાં ૭૧૫ પ્લોટ પર મોરબી, જિલ્લાના ટંકારા તાલુકામાં છત્તર મિતાણામાં ૨૭ હેકટરમાં ૩૩૨ પ્લોટ પર, જામનગર જિલ્લાના ધ્રોલ નજીક ૨ હેકટરમાં ૧૦૦ પ્લોટમાં, કચ્છના ભચાઉ નજીક મોટી જીરય ખાતે ૧૩૧ હેકટરમાં ૪૯૩ પ્લોટ પર, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદમાં ૯૦૦ હેકટર વિસ્તારમાં ૩૨૭૫ પ્લોટ પર, બનાસકાંઠા જિલ્લાના વડગામ નજીક છાપી, મગરવાડા ખાતે ૨૦૦ હેકટર વિસ્તારમાં ૧૩૧૦ પ્લોટ પર જીઆઈડીસી બનશે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના વિરમગામના ભગાપુર પાસે ૩૦૦ હેકટરમાં ૧૩૪૪ પ્લોટ પર, અરવલ્લી જિલ્લાના મોડાસામાં છીણાવાડમાં ૩૫ હેકટરમાં ૩૩૦ પ્લોટ પર, દાહોદ જિલ્લાના દાહોદ વિસ્તરણ ખેરડીમાં ૬૦ હેકટરમાં ૫૮૮ પ્લોટ પર, આણંદના તારાપુર તાલુકાના ઈન્દ્રજણ પાસે ૫૧ હેકટરમાં ૪૨૭ પ્લોટ પર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ૬૦ હેકટર જમીન પર ૮૩૦ પ્લોટ પર, અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ૪૫ હેકટરમાં ૮૮૦ પ્લોટ પર, ભાવનગર જિલ્લાના નારી ગામ અને માઢીયા નજીક અનુક્રમે ૬૦ અને ૩૦૦ હેકટરમાં ૬૨૫ અને ૨૫૭૦ પ્લોટ પર, સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મિયાવાડી ખાતે ૧૧૯ હેકટરમાં ૪૯૩ પ્લોટ પર તથા તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ખોરકડી નજીક ૨૦ હેકટરમાં ૨૩૫ પ્લોટ પર નવી જીઆઈડીસી બનાવવામાં આવશે.રાજયમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી બજેટની જોગવાઈ મુજબ ૫૦ અને ૧૦૦ ચો.મી.ના બાંધેલા સેડ પર જીઆઈડીસી દ્વારા તૈયાર કરી આપવામાં આવશે. રાજયમાં કાર્યરત કુલ ૩૩ જીઆઈડીસી વસાહતમાં કુલ ૧૧૨ સેડ તૈયાર કરવામાં આવ્યા છે અને હજુ ૫૫૨ સેડનું કામ ચાલી રહ્યું છે. આવા કુલ ૧૮૬ સેડ બનાવવાનું રાજય સરકારનું આયોજન છે. ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે સેડની કિંમતમાં ૫૦ ટકા સબસીડી આપશે અને જીઆડીસીમાં પણ ૩૦ ટકા ડાઉન પેમેન્ટ કરી બાકીની ૭૦ ટકા રકમ સરળ હપ્તે ભરપાઈ કરવાની નીતિ અપનાવવામાં આવી છે.મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત૯ શહેરમાં રાજયમાં નવી ૧૬ જીઆઈડીસીમાં અંદાજે ૧૫૦૦૦થી વધુ કારખાના બનશે જેમાં ૧ લાખથી વધુ લોકોને રોજગારી મળશે. લઘુ ઉદ્યોગો માટે મહિલાઓને ‚ા.૪ હજારની સહાય અને પુરુષોને ‚ા.૩૨૦૦ની સહાય આપવામાં આવશે. ટેક્ષટાઈલ ઉદ્યોગોને વેગ આપવાના પ્રયાસ‚પે ઉત્પાદન એકમોને ૫૦ ટકા સહાય આપવાની પણ જાહેરાત આજરોજ કરવામાં આવી છે.