ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડીક, સ્કીન, ચાઇલ્ડ, ઇએનટી, ડેન્ટલ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પરિક્ષણ
આગામી તા.૧૬ ને રવિવારના રોજ સવારે ૮.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુધી સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ તથા લોહાણા મૈત્રી મહીલા મંડળના સંયુકત ઉપક્રમે સર્વજ્ઞાતિ નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન અમથીબા હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું છે. જે ભાઇ-બહેનો અને બાળકો આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ નીચે દર્શાવેલ ફોન નંબર પર પોતાનું રજીસ્ટ્રર સાંજુ ૩ થી પ પર કરાવવું જરુરી છે.
કેમ્પમાં શહેરના નામાંકિત નિષ્ણાતોનીટીમમાં ગાયનેકોલોજીસ્ટ, ઓથોપેડીઝ સ્કીન, ચાઇલ્ડ, ઇ.એમ.ટી. ડેન્ટલ, હોમીયોપેથ, ડાયાબીટશ જનરી ફીઝશીયન પરીક્ષણ કરશે. આ માટે અજનાબેન હિંડોચા ૨૫૭૪૦૫૦ શ્રીમતિ કમલાબેન ભાગ્યોદય ૯૪૨૭૪૦૧૦૦૭ ને પોતાના નામ નોંધાવી દેવા.કેમ્પ માટે અંજનાબેન, કમલાબેન સોનલબેન, દિપ્તીબેન, શીલ્પાબેન, ભાવનાબેન તથા કલ્પનાબેન પ્રમુખ ઇન્દીરાબેનના માર્ગદર્શન નીચે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. એમ સંસ્થાની યાદી જણાવે છે.